Rakhewal | 27-08-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
અંબાજી ભાદરવી પૂનમ – ૨૦૨૦ મહોત્સવ પ્રસંગે વિશ્વ કલ્યાણ અર્થે કલેક્ટરના હસ્તે સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનો પ્રારંભ : ભાદરવી મહામેળો બંધ રહેતા ઓનલાઈન દર્શનની સુવિધા કરાઈ.
બનાસકાંઠા જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેરનામાની મુદત ટુંકાવી, હવે અંબાજી મંદિર તથા ગબ્બર દર્શનાર્થીઓ માટે તા. ૩ સપ્ટેમ્બરથી ખુલશે.
ડીસામાં અઢી વર્ષ અગાઉ મુકાયેલી પાલિકાની ટીપી સ્કીમ રદ, ડીસા ધારાસભ્યની રજુઆતના પગલે સંવેદનશીલ મુખ્યમંત્રીનો મહત્વનો ર્નિણય : પાલિકા કચેરી ખાતે ધારાસભ્યે પત્રકાર પરિષદ યોજી આ બાબતે માહિતગાર કર્યા.
બનાસકાંઠા જિલ્લામાં વધુ 9 કોરોના પોઝિટીવ કેસ સામે આવ્યા : ડીસામાં 5 અને વડગામ, લાખણી, ભાભર તથા કાંકરેજમાં 1-1 કેસ નોધાયો
બનાસકાંઠા ગૌશાળા – પાંજરાપોળ સંચાલકોનું આંદોલન ઉગ્ર બનવાના એંધાણ : મુખ્યમંત્રી સાથે બેઠક બાદ પણ સહાય ચૂકવાઈ ન હોવાનો સંચાલકોનો આક્ષેપ.
ચિભડા ગૌશાળાની ગાયોને ગ્રામ પંચાયતમાં છોડી મુકાઈ : પશુ નિભાવ માટે સરકાર સહાય કરે તેવી ગૌશાળા સંચાલકોની માંગ.
વાવની દૈયપ બોર્ડરથી દીપડો રાજસ્થાન તરફ જતાં વન વિભાગને હાશકારો.
હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ, ઉત્તર ગુજરાતના સાબરકાંઠા – બનાસકાંઠામાં ત્રણ દિવસ ભારે વરસાદ આવી શકે છે.
ઉપરવાસમાં ભારે અને તાલુકામાં ૮૭.૫૫ ટકા વરસાદ છતાં વડગામ તાલુકાના જીવાદોરી સમાન મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક ના થઈ : છેલ્લા ત્રણ વર્ષથી ડેમ ખાલી રહેતા આગામી ખરીફ તેમજ ઉનાળુ સિઝનમાં પાણીની મુશ્કેલી સર્જાશે.
આબુરોડની માનપુર બનાસ નદીમાં ગણપતી વિસર્જન સમયે યુવક ડૂબ્યો : છેલ્લા ૨૪ કલાકથી એસ.ડી.આર.ની ટીમ દ્વારા યુવકની શોધખોળ ચાલું.
ડીસા તાલુકાના શેરપુરા ગામે રસ્તાની સમસ્યાને લઈ યુવાનો ઉપવાસ ઉપર ઉતર્યા : પોલીસ દ્વારા અટકાયત છતાં યુવાનો અડગ.
અંબાજી નજીક જીપ પલટી મારી જતાં ૧ યુવકનું મોત, ૩ ઇજાગ્રસ્ત
અંબાજીના ત્રિશુળીયા ઘાટમાં દાણ ભરેલી ટ્રક પલટી ગઈ, ચાલકનો બચાવ
ડીસા સહિત સમગ્ર જીલ્લામાં ઠેરઠેર રામદેવપીરના નેજા ચડાવવામાં આવ્યા : કોરોનાની મહામારી વચ્ચે સાદગીપૂર્ણ રીતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા ; દર વર્ષે થતાં ડીજે અને શોભાયાત્રાના કાર્યક્રમ મોકૂફ રખાયા.
પત્નીની જગ્યાએ પતિએ બાનાખતમાં સહી કરી પાલનપુરના ઈસમ સાથે જમીનના નામે રૂ. ૪૧. ૫૦ લાખની છેતરપીંડી આચરી, ચાર વિરૂધ્ધ ફરિયાદ ; છેતરપીંડીનો ભોગ બનનારને જાતિ અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર.
કંસારી નજીક વિદેશી દારૂ ભરેલું બિનવારસી ટ્રેલર ઝડપાયું : એલસીબી પોલીસે વિદેશી દારૂ અને ટ્રેલર સહિત ૫૦ લાખ ઉપરાંતનો મુદામાલ જપ્ત કર્યો.
ધાનેરા પોલીસે દારૂ ભરેલ આઇસર ગાડી સાથે બે આરોપીને ઝડપી પાડયા : દસ લાખ કરતાં વધુનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.
સૌરાષ્ટ્ર બાદ હવે 3 સપ્ટેમ્બરથી સી.આર. પાટીલ ઉત્તર ગુજરાતને ઘમરોળશે, અંબાજી દર્શનથી શરૂઆત કરશે.
ગુજરાતમાં 80 હજાર NEET, 40 હજાર JEE ની પરીક્ષા આપશે, 7 રાજ્ય NEET-JEEના વિરોધમાં પણ ગુજરાત તૈયાર.
વિશ્વના ટોપ 20 ટ્રેઇનર ઓફ 2020 એવોર્ડ માટે ગુજરાતી એવા ડૉ. શૈલેષ ઠાકરની પસંદગી, આ યાદીમાં સ્થાન પામનારા એકમાત્ર ભારતીય.
ગુજરાતમાં કોરોનાનો આંકડો આગામી સપ્તાહે એક લાખ પર પહોંચી શકે, હાલ કોરોનાના કેસની સંખ્યા 90,139.
દેશમાં અત્યાર સુધી કુલ 33 લાખ 7 હજાર સંક્રમિત : 24 કલાકમાં 18 હજાર એક્ટિવ કેસ વધ્યા, આ મહિનામાં સૌથી મોટો વધારો.
દેશ-વિદેશના 150 શિક્ષકોએ વડાપ્રધાન મોદીને લખ્યું – પરીક્ષાઓમાં મોડું થયું તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત થશે, કેટલાક લોકો રાજકીય એજન્ડા ચલાવી રહ્યાં છે.
સરકારને સંકજામાં લેવાની તૈયારી : કોંગ્રેસે 5 સભ્યોની સમિતિની રચના કરી, આ કમિટી મોદી સરકારના ઓર્ડિનન્સ પર પાર્ટીની સ્ટ્રેટેજી નક્કી કરશે
નેપાળમાં હવે વિદેશી ડિપ્લોમેટ્સ સીધા રાષ્ટ્રપતિ અથવા નેતાઓને નહીં મળી શકે, ચીનની એમ્બેસેડરની હરકતથી દેશમાં નારાજગી.
અમેરિકાના લુઈસિયાનામાં 164 વર્ષમાં સૌથી ભયાનક તોફાન ; 240 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફુંકાયો, બે લાખ ઘરોમાં વીજળી બંધ.
વિશ્વમાં કોરોનાના 2 કરોડ 43 લાખ કેસ : ફ્રાન્સમાં ફરી વધ્યું સંક્રમણ, એક દિવસમાં પાંચ હજારથી વધારે કેસ નોંધાયા.