Rakhewal | 26-10-2020 Headlines

https://youtu.be/Rf7gApYQah0
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

અંબાજી ખાતે નવરાત્રિમાં ૨.૫૦ લાખથી વધુ માઇભક્તોએ માતાજી સમક્ષ શીશ ઝુકાવ્યું, દેશ, વિદેશમાં વસતા ૨૯.૫૦ લાખ શ્રધ્ધાળુઓએ ઓનલાઇન દર્શન કર્યા.

ડીસા પંથકમાં ૫૦ વર્ષ બાદ બટાકાના ભાવોમાં તેજીનો તોખાર, પ્રતિ મણ ભાવ ૮૦૦ ને પાર જતા વેપારીઓ સહિત ધરતીપુત્રોમાં ઉત્સાહ.

દિયોદરના જાડી ગામે માતાજીની આરતી મુદ્દે યુવક ઉપર હુમલો, ગામના જ ચાર સામે પોલીસ ફરીયાદ.

દાંતાના કુડેલ ગામે દબાણ હટાવ કામગીરી વચ્ચે વીજ થાંભલો પડતાં પોલીસકર્મી ઇજાગ્રસ્ત.

વડગામ તાલુકાને ત્રણ માસ બાદ કાયમી મામલતદાર મળ્યા, છ માસથી ટીડીઓની જગ્યા હજુ ખાલી.

ગુજરાત હાઈકોર્ટે ગૃહ રાજ્યમંત્રી સામેની ફરિયાદ રદ કરી, ૨૦૦૭ ની ચૂંટણીમાં આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ હતી.

ભારતમાં સૌ પહેલા ગુજરાત હાઈકોર્ટમાં આજથી સુનાવણીનું યુ-ટ્યુબ પર સ્ટ્રિમિંગ, ઝૂમ એપની મદદથી સુનાવણીની કાર્યવાહી.

કોરોનાના ખોફથી રાણીપના રાધાસ્વામી રોડની 50 સોસાયટીમાં આજથી અઠવાડિયાનું સ્વયંભૂ લોકડાઉન, સોશિયલ મીડિયામાં બેનરની તસવીર વાઇરલ.

સુરતના બેગમપુરા વિસ્તારમાં આવેલા દ્વારકા હાઉસમાં આગથી બિલ્ડિંગ સ્ટ્રક્ચરને નુકસાન, કાબરા હાઉસમાં પણ ફાયર સિસ્ટમ ન હોવાથી બંને સીલ કરાયા, સાડીઓના જથ્થામાં આગથી 3 કરોડથી વધુનું નુકસાન.

1લીએ વડાપ્રધાન મોદી કેવડિયાથી સી-પ્લેનનું ઉદ્ઘાટન કરશે, નર્મદા નદીમાંથી સી-પ્લેનમાં બેસીને અમદાવાદ સાબરમતી નદીએ ઊતરશે.

બિહારમાં ચૂંટણી વાયદો કરીને ફસાયેલી મોદી સરકારને સ્પષ્ટતા કરવાની ફરજ પડી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું – દેશભરમાં સૌને કોરોના વેક્સિન ફ્રીમાં મળશે.

દેશમાં કોરોના હવે જવાની તૈયારીમાં, 112 દિવસમાં સૌથી ઓછો મૃત્યુઆંક નોંધાયો, 24 કલાકમાં 14 હજાર એક્ટિવ કેસ ઘટ્યા, હવે સતર્કતા એ જ સમજદારી.

પત્નીની સાથે ભારત પહોંચ્યા અમેરિકાના વિદેશમંત્રી માઇક પોમ્પિયો, વ્યૂહાત્મક ભાગીદારી પર આવતીકાલે બેઠક યોજાશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.