Rakhewal | 20-10-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ર્ડા.રાજુલબેન દેસાઇનું નિવેદન : ડીસામાં બનેલી હત્યાની ઘટના પાછળ તાંત્રિક વિધિ જવાબદાર હોવાની શકયતા.
ડીસાના કંસારી ત્રણ રસ્તેથી રેતી ભરેલું ડમ્પર ઝડપાયું, રૂ. ૧૦,૧૧,૯૭૭ નો મુદ્દામાલ કબ્જે કરાયો.
કોરોના કાળમાં રેશનકાર્ડ ધારકોને બાયોમેટ્રિકમાંથી મુક્તિ આપો : વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરની જિલ્લા કલેકટરને રજુઆત.
વડગામ તાલુકાના નાંદોત્રા ગામની સીમમાં જુગારધામ ઝડપાયું, રૂ ૪૧,૬૫૦નો મુદામાલ સાથે ઝડપી લેવાયો.
થરાદ સંજીવની હોસ્પીટલ આગળથી ચોરી થયેલ બોલેરો કેમ્પરનો ભેદ ઉકેલાયો, પોલીસે રાજસ્થાનના બે શખસોને જીપ સાથે ઝડપી લીધા.
કાંકરેજ તાલુકાના તાંતીયાણા- રતનપુરા- માંડલાનો પાકો રસ્તો બનાવવા તંત્રને નથી ફુરસદ, આઝાદીને સાત દાયકા વીતવા છતાં ગ્રામીણ પ્રજા રોડની સવલતથી વંચિત
અરવલ્લીના માલપુરના અણિયોર નજીક કાર અચાનક સળગી ઉઠી, કાર ચાલક ગુમ થતા અવનવી અટકળો.
આજથી ગુજરાત હાઇકોર્ટમાં ઓનલાઇન સુનાવણી શરુ, ૭ મહિના બાદ વકીલોએ ચેમ્બર્સ ખોલી.
અમદાવાદીઓને સી-પ્લેન બાદ હવે ફ્લોટિંગ રેસ્ટોરન્ટની ગિફ્ટ મળી શકે, રિવરફ્રન્ટમાં પ્રોજેક્ટ ફરી શરૂ થાય એવી સંભાવના.
દિવાળી પછી ધોરણ 9 થી 12 ની સ્કૂલો શરૂ કરવાની ચર્ચા, ઓડ-ઇવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં બોલાવવામાં આવી શકે છે.
અમદાવાદમાં સરકારી અનાજના જથ્થાને બારોબાર વેચી દેવાનું કૌભાંડ ઝડપાયું, સેક્ટર 2 જેસીપીની ટીમે ત્રણ શખ્સની ધરપકડ કરી.
વડોદરા શહેરની દુમાડ ચોકડી પાસે ભરવાડ અને મુસ્લિમો વચ્ચેની જૂથઅથડામણમાં 6 રાઉન્ડ ફાયરિંગની ઘટના CCTVમાં કેદ, અડધો કલાક ધિંગાણું ચાલ્યું.
સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું -ફેબ્રુઆરી સુધી એક્ટિવ કેસ ઘટીને 40 હજાર થઈ જશે; 24 કલાકમાં 55 હજાર નવા કેસ સામે આવ્યા, હવે 75.52 લાખ કેસ.
ગુજરાતીઓની મોટી સંખ્યા ધરાવતા ફ્લોરિડા, કેલિફોર્નિયા, ન્યૂ જર્સીમાં સંક્રમણ ભયજનક બન્યું, 24 કલાકમાં 70,000થી વધુ સંક્રમિત.
બિલ ગેટ્સે કહ્યું, વેક્સિન અંગે રિસર્ચ અને એને મોટે પાયે બનાવવામાં ભારતની ભૂમિકા મહત્ત્વની રહેશે.
થાઈલેન્ડમાં રાજાશાહીનો ઉગ્ર વિરોધ, અત્યાર સુધી 100થી વધુની ધરપકડ, પૂર્વ સેના અધ્યક્ષને PM બનાવી દેવાતા રોષ ભભૂક્યો, યુવાઓએ હટાવવાની માગ કરી