Rakhewal | 19-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસકાંઠા જિલ્લામાં હાડ થીજાવતી ઠંડીએ જોર પકડ્યું, ડીસામાં પારો ગગડીને ૮.૮ ડિગ્રીએ પહોંચ્યો, હજુ પણ ઠંડી વધે તેવી શક્યતા.

સુઈગામ તાલુકાના બેણપ ગામની સીમમાં ઝૂંપડામાં આગ લાગતાં ઘરવખરીનો સામાન, દાગીના આગમાં બળીને ખાક.

અમીરગઢ તાલુકામાં રાત્રીના સમયે વીજ ફોલ્ટ થતા વીજ ઉપકરણોને મોટી માત્રામાં નુકશાન.

બનાસકાંઠા જિલ્લામાં ટીબીના દર્દીઓ શોધવા ત્રણ દિવસમાં ૧.૬૫ લાખ લોકોનો સર્વે કરાયો.

દિયોદર તાલુકાના ગાંગોલ ગામે બીએસએનએલના ટાવર-એક્ષચેન્જમાંથી બેટરીઓ સહીત લાખોના મુદ્દામાલની ચોરી.

ડીસામાં ભૂગર્ભ ગટરની કામગીરી દરમિયાન પાણીની પાઇપ લાઈનમાં ભંગાણ, લાખો લિટર અમૂલ્ય પાણીનો જાહેરમાં વેડફાટ.

થરાદમાં વિજયબિઝનેશના વેપારીઓએ બંધ પાળી આવેદનપત્ર આપ્યું, તેમને જ ટાર્ગેટ બનાવતી હોવાનો આક્ષેપ કરી પોલીસને સમજાવવા માંગ.

થરાદના ચાંગડામાં વારસાઈ જમીન પડાવી લેવા બોગસ દસ્તાવેજ મામલે ૬ સામે પોલીસ ફરીયાદ દાખલ.

પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને તાળાબંધી, ઓફલાઇન પરીક્ષા સામે વિદ્યાર્થીઓનો આક્રોશ.

મહેસાણા દૂધસાગર ડેરી ચૂંટણીમાં વિપુલ ચૌધરીના પુત્ર અને પત્નીએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી, વિસનગર પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં સમર્થકો ઉમટ્યા.

રાજ્યમાં આરોગ્ય વિભાગ એક હજાર જેટલાં કોરોના વેક્સિનનાં કેન્દ્રો ઊભાં કરશે, 43 સ્થળે વેક્સિન રાખવાની વ્યવસ્થા કરાઈ.

સરકારી પ્રાથમિક શાળાઓમાં સરકારે તાળાં મારવાનું અભિયાન શરૂ કર્યું, ઓછા વિદ્યાર્થીઓના નામે 123 શાળા બંધ કરી, 5172 શાળા મર્જ કરી.

ગુજરાતમાં 51686 થી વધુ અપીલો પેન્ડિંગ, કુલ મળીને રૂા. 78 હજાર કરોડના આવકવેરા બાકી.

દેશમાં 30 કરોડ લોકોને વેક્સિન લગાવવા પર સરકાર રૂ. 13 હજાર કરોડ ખર્ચ કરશે, જાન્યુઆરીથી વેક્સિનેશન શરૂ થશે.

મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી બુલેટ ટ્રેન આવી હશે, જાપાનના દૂતાવાસે તસવીરો શૅર કરી.

તૃણમૂલના બળવાખોર શુભેંદુ સાથે 10 ધારાસભ્ય ભાજપમાં આવ્યા, શાહે કહ્યું- ચૂંટણી સુધીમાં તો દીદી એકલા રહી જશે.

ઠંડીથી થથર્યું ઉત્તર ભારત : પંજાબમાં 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, દિલ્હી શિમલા બન્યું; રાજસ્થાનના તમામ 33 જિલ્લામાં પારો 7 સેલ્સિયસથી નીચે.

ખેડૂત આંદોલનનો 24મો દિવસ : વડાપ્રધાનની અપીલ અને કૃષિ મંત્રીના પત્રની અસર નહીં, દિલ્હીની ઠંડીમાં હાલ પણ અડગ ખેડૂતો.

અમેરિકામાં ફાઇઝર પછી મોડર્ના વેક્સિનને પણ મંજૂરી; ઈટાલીમાં ક્રિસમસ પર લોકડાઉન રહેશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.