Rakhewal | 19-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસામાં તબીબોને કોરોના રસીનો બીજો ડોઝ અપાયો.

ડીસા માર્કેટમાં શાકભાજી ઉધાર ના આપતા હુમલો, ત્રણ વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ.

ડીસામાં ચોરેલા બાઇક સાથે આરોપીની અટકાયત, સિવિલના પ્રાંગણમાંથી બાઇક ચોર્યાની કબૂલાત.

ડીસામાં ભાજપના ૧૨ બળવાખોર કાર્યકરો સસ્પેન્ડ, પાલિકાના પૂર્વ કોર્પોરેટર સહિતના સભ્યોને સસ્પેન્ડ કરાતા ખળભળાટ.

ધાનેરાના એટા ગામે કિશોરનો દફન કરાયેલ મૃતદેહ બહાર કઢાયો.

વડગામ તાલુકામાં ત્રણ તલાકની પ્રથમ ઘટના, ચંગવાડામાં દહેજ ભૂખ્યા પતિએ પત્નીને તલાક તલાક તલાક કહેતા ચકચાર : પત્નીને તલાક આપ્યા બાદ પતિએ બાદરપુરાની યુવતી સાથે બીજા નિકાહ કર્યા.

પાલનપુરમાં ફાસ્ટેગના વિરોધમાં ખેડૂતોની ચક્કાજામની ચીમકી, પોલીસ કાફલો તૈનાત.

અંબાજી નજીક છાપરી રોડ પર ટવેરા કાર અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત, ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા.

ઊંઝા પાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરનાર બે પૂર્વ પ્રમુખો, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ સહિત ભાજપના અગિયાર કાર્યકરોને ૬ વર્ષ માટે સસ્પેન્ડ કરાયા.

ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોસિએશન ધરણા પર, કોર્ટમાં ઓફલાઈન હિયરિંગ શરૂ કરવા માગ.

આગામી 21મીએ 6 મનપાની ચૂંટણીમાં 576 બેઠક માટે ભાજપ,કોંગ્રેસ સહિતના પક્ષો વચ્ચે જંગ જામશે.

અમદાવાદના ભરચક વિસ્તારમાં ભાજપની રેલી, અનેક અમદાવાદીઓ ભીડમાં અટવાયા, એમ્બ્યુલન્સ ફસાઈ, ઠેરઠેર ટ્રાફિક જામ.

જમ્મુ કાશ્મીરમાં આતંકીઓનો પોલીસ પાર્ટી પર હુમલો, બે જવાન શહીદ.

પતંજલિએ લોન્ચ કરી રિસર્ચ આધારિત કોરોનાની નવી દવા, બાબા રામદેવે કહ્યું- હવે અમારી સામે કોઈ સવાલ ઉઠાવી શકશે નહિ.

રાજસ્થાનના રણમાં એન્ટી ટેન્ક મિસાઈલ હેલિનાનુ સફળ પરીક્ષણ.

ઉત્તરાખંડમાં અત્યારસુધીમાં 61 લોકોના મૃતદેહો મળ્યા, કાટમાળમાંથી લોકોને ખોદીને બહાર કાઢવામાં આવી રહ્યા છે

મહારાષ્ટ્રમાં ફરી લોકડાઉનની શક્યતા, છેલ્લા એક સપ્તાહથી નવા કેસ વધવાની ઝડપમાં 200 ટકાનો વધારો.

ભારતીય મૂળની સ્વાતિએ મંગળ પર પર્સીવરેન્સ રોવરના લેન્ડિંગમાં મહત્વની જવાબદારી સંભાળી, ગ્રહ પર જીવનની શકયતા શોધશે.

બ્રિટનના વડાપ્રધાને કહ્યું- સરપ્લસ વેક્સિન ગરીબ દેશોને આપીશું, ગ્રીસમાં પ્રવાસીઓ માટે વેક્સિન પાસપોર્ટ જરૂરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.