Rakhewal | 18-10-2020 Headlines

https://youtu.be/Xh4RDsRkoCk
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બીજા નોરતે અંબાજીમાં દર્શનાર્થે ભક્તોની ભીડ જામી, દર્શન માટે મંદિર પરિસરથી બસ સ્ટેન્ડ સુધી લાઈન, સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

ડીસામાં સગીરાની હત્યા મામલે આરોપી તરફથી કેસ નહિ લડવાનો ડીસા બાર એસોસીએશનનો નિર્ણય.

ધાનેરાના ભાટીબ ગામે ઝાડ પર લટકેલી ૨૨ વર્ષીય યુવકની લાશ મળતા ચકચાર, મૃતકના પરિવારજનોનો યુવકની હત્યા કરાઈ હોવાનો આક્ષેપ.

ચાર વર્ષ બાદ બટાટાના ભાવમાં તેજીનો માહોલ, બટાટાના ભાવની ઐતિહાસિક સપાટીને લઇ બિયારણ પણ મોંઘુ થવાની સંભાવના.

રાહ ૧૦૮ ના ઇએમટી અને પાયલોટે માનવતાના દર્શન કરાવ્યા, અકસ્માતમાં ઇજાગ્રસ્તને ૧,૭૦,૦૦૦ નો મુદ્દામાલ પરત કર્યો.

ડીસાના દામા ગામે જમીનની અદાવતમાં માર મારી અપરહણ કરવા મામલે ફરિયાદ.

દિયોદરમાં કોઈ અજાણ્યા યુવાને ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું.

સાબરકાંઠા જિલ્લામાં અઢી ઇંચ વરસાદ : હિંમતનગર, પ્રાંતિજ તેમજ તલોદ તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ, હજારો હેકટરમાં મગફળીનો તૈયાર પાક બગડવાની સંભાવના.

ગુજરાતભરમાં નવરાત્રીની અનોખી ઉજવણી, સોશિયલ ડિસ્ટન્સ સાથે માતાજીની આરતી બાદ ઘરે ગરબાની રમઝટ.

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની સૌરાષ્ટ્રમાં અસર, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, રાજકોટમાં ઝાપટું વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.

શિક્ષણમંત્રીનો સંકેત, ધો.1 થી 8ના બાળકો માટે દિવાળી પછી’ય સ્કૂલ નહીં ખુલે, ધો.9થી 12 ખોલવાની તૈયારીઓ શરૂ.

31 ઓક્ટોબરની વડાપ્રધાન મોદીની મુલાકાતને લઇને સ્ટેચ્યૂ ઓફ યુનિટી 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી બંધ રહેશે.

તેલંગાણામાં 4 દિવસમાં બીજી વખત ભારે વરસાદ : મલકાજગિરીમાં સાડા 13 કલાકમાં 15 સેમીથી વધુ વરસાદ, હૈદરાબાદમાં સરોવર ઓવરફ્લો થવાથી પૂર આવ્યું.

25 રાજ્ય અને કેન્દ્ર શાસિત રાજ્યોમાં એક્ટિવ કેસ ઘટી રહ્યાં છે ; પીએમ મોદીએ કહ્યું- આપણે વિશ્વભરમાં વેક્સીન પહોંચાડવાની છે ; અત્યારસુધીમાં 74.92 લાખ કેસ.

ન્યૂઝીલેન્ડમાં કોરોના સામે સફળ લડાઈના કારણે જેસિન્દા ચૂંટણી જીત્યા, સતત બીજી વખત વડાપ્રધાન બનશે ; 24 વર્ષ પછી કોઈ એક પક્ષને બહુમતી.

ન્યૂયોર્કમાં આગામી સપ્તાહે ખૂલી શકે છે મૂવી થિયેટર; રશિયામાં 24 કલાકમાં 15 હજાર દર્દી મળ્યા; અત્યાર સુધીમાં 3.99 કરોડ કેસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.