Rakhewal | 18-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસા તાલુકાની રામસણ હાઈસ્કૂલમાં બે શિક્ષક અને નવ વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં, ૧૦ દિવસ શાળા બંધ રાખવાનો આદેશ.

અમીરગઢ બોર્ડર ઉપર ૨ કીલો ચરસનો જથ્થો ઝડપાયો, ચરસ ગોવા લઈ જવાતું હોવાની આરોપીની કબૂલાત.

ડીસાની ગોઢા ફાટક નજીકથી પાડા ભરેલું જીપડાલું ઝડપાયું, જીવદયા પ્રેમીઓ દ્વારા ૩ પશુને જીવતદાન.

કૃષિ બિલના વિરોધમાં ધાનેરા રેલવે સ્ટેશન ખાતે રાષ્ટ્રીય કિસાન સંગઠન દ્વારા આંદોલન, રેલ રોકવા પહોંચેલા કાર્યકરોને રેલવે પોલીસે અટકાવ્યા.

પાલનપુર તાલુકાના ભાગળ ગામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ૨૨ દબાણો દૂર કરાયા, તાલુકા પંચાયત દબાણ શાખાએ પોલીસ બંદોબસ્ત સાથે કરી કાર્યવાહી.

ગૌચરમાંથી ગેરકાયદેસર ખનીજ ખનન બદલ વડગામ તાલુકાના મેજરપુરા સરપંચને ૩.૫૨ લાખનો દંડ.

પાલનપુરથી સામાખ્યારી વાયા ભીલડી રેલવે ઈલેક્ટ્રિફિકેશનનું કામ પુરજોશમાં શરૂ.

ડીસાની પ્રિતમ નગર સોસાયટીમાં ગેસ કંપની દ્વારા નવો રોડ તોડી પડાતાં ચીફ ઓફિસરને લેખિતમાં રજુઆત કરાઈ.

પાલનપુરના ગોબરી રોડ વિસ્તારમાં પોલીસકર્મી દારૂનાં નશામાં ધૂત હાલતમાં હોવાનો વીડિયો વાયરલ થયો, લોકોમાં તર્ક-વિતર્ક સર્જાયા.

રાજયસભાની ખાલી પડેલ બેઠકો માટે ગુજરાત વિધાનસભા ખાતે ભાજપમાંથી દિનેશભાઈ અનાવાડિયા અને રામભાઈ મોકરીયાએ ઉમેદવારીપત્રો ભર્યા, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના સભ્યો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા.

રાજ્યમાં ધોરણ 6થી 8ના વર્ગો શરૂ, ૧૧ મહિના બાદ શાળાઓ ફરી ધમધમતી થઇ.

ગૃહમંત્રી અમિત શાહ ગંગાસાગર પહોંચ્યા, પ્રવચનમાં જણાવ્યું કે – બંગાળ આવીને ‘નમામી ગંગે’ કાર્યક્રમ અટકી ગયો.

મહારાષ્ટ્રે ફરી ચિંતા વધારી, છેલ્લા 24 કલાકમાં 4,787 નવા કેસ નોંધાયા, છેલ્લા 74 દિવસમાં આ સૌથી મોટો આંક.

જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળોને મળી વધુ એક સફળતા, હથિયારોનો ભારે મોટો જથ્થો જપ્ત.

ભારત આવતા વિદેશી પ્રવાસીઓ માટે 14 દિવસ હોમ કવોરન્ટાઇન ફરજીયાત.

દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો અંદોલન, હરિયાણા-પંજાબમાં ખેડૂત રેલવે ટ્રેક પર બેઠા; જયપુરમાં જગતપુરા સ્ટેશન પર વધુ અસર.

સાઉથ આફ્રિકામાં હેલ્થવર્કર્સને મંજૂરી વિનાની વેક્સિન લગાવાશે, ફ્રાન્સમાં એક દિવસમાં 586 સંક્રમિતોનાં મોત.

અમેરિકામાં ભારતીય ચીજ વસ્તુઓની બોલબાલા, અમેરિકા થતી નિકાસમાં થયો ભારે ઉછાળો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.