Rakhewal | 17-09-2020 Headlines

https://youtu.be/_GCPBayQ_bA
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠા જિલ્લાના પશુપાલકોએ ૭૦૦૦૦ વૃક્ષોનું વાવેતર કરી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ ઉજવ્યો
વડાપ્રધાનનો પર્યાવરણ પ્રેમ બનાસમાં છલકાયો : શંકરભાઇ ચૌધરી.

ડીસા કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી
ફાયર ફાઈટરે આગ કાબુમાં લેતા સ્ટાફ સહિત દર્દીઓને હાશકારો.

ડીસાના લાટી બજારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓના ઘીની ફેક્ટરી પર દરોડા
ઘીના સેમ્પલ લીધા બાદ આગળની તજવીજ હાથ ધરાશે.

બનાસકાંઠા જિલ્લા કલેકટર આનંદ પટેલ પ્રથમવાર ડીસાની મુલાકાતે
ડીસાના કોવીડ-૧૯ ના કન્ટેનમેન્ટ એરિયાની જિલ્લા કલેકટરે મુલાકાત લીધી.

ડીસામાં સગીરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ જીવનદોરી ટૂંકાવતા ચકચાર.

થરાદના ચારડા નજીક અકસ્માતમાં બાઈકચાલકનું કમકમાટી ભર્યું મોત, દંપતીને ટ્રેલરના ચાલકે અડફેટે લેતાં કરુણાંતિકા સર્જાઇ.

ડીસા મામલતદારને કોરોના પોઝીટીવ આવ્યો હોવા છતાં મામલતદાર ઓફિસ સંકુલમાં આધાર કાર્ડ કઢાવવા સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા.

અમીરગઢ ચેકપોસ્ટ ઉપર ટ્રાવેલ્સ બસની સીટ નીચે છુપાવેલ વિદેશી દારૂ ઝડપાયો, રૂ ૧૦ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત.

આજે રાજ્યના 9 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ચીખલીમાં 3 ઈંચ જેટલો વરસાદ, આગામી 5 દિવસ વરસાદની આગાહી.

નર્મદા ડેમ સર્વોચ્ચ સપાટી 138.68 મીટરે છલોછલ ભરાયો, આજે ડેમનાં વધામણાં કરીને ગુજરાતે PMને જન્મદિવસની ભેટ આપી.

ધોરણ 10ની પૂરક પરીક્ષાની માર્કશીટનું 21મી સપ્ટેમ્બરથી વિતરણ, ગુણ ચકાસણી માટે 7 દિવસમાં રજિસ્ટર્ડ પોસ્ટથી અરજી કરવી પડશે.

ખેડૂતને 1 ગાય દીઠ વાર્ષીક 10 હજાર વધુની સહાય અપાશે : મુખ્યમંત્રી વિજયભાઈ રુપાણી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 70 વર્ષ થયા, દેશ વિદેશથી શુભેચ્છાઓની રેલમછેલ.

રાજનાથ આજે ચીન સાથેની અથડામણ અંગે નિવેદન આપશે.

આઝાદ ભારતમાં જન્મ લેનારા દેશના પહેલા વડાપ્રધાન મોદીનો આજે જન્મદિવસ; 72 વર્ષ પહેલાં હૈદરાબાદનો ભારતમાં વિલય થયો હતો.

દેશમાં અત્યાર સુધી સાજા થયેલા દર્દીઓની સંખ્યા 40.24 લાખને પાર, અત્યાર સુધી 51.18 લાખ કેસ.

ટ્રમ્પે કહ્યું- માસ્ક વેક્સિનથી વધુ અસરકારક ન હોઈ શકે, CDC ચીફ રેડફીલ્ડે કહ્યું હતું- માસ્ક વેક્સિનથી વધુ અસરકારક છે.

જાપાનના પૂર્વ કેબિનેટ સેક્રેટરી યોશિહિડે સુગા પ્રધાનમંત્રી બન્યા, મોદીએ શુભકામના પાઠવી.

અમેરિકામાં લોકોને ફ્રીમાં વેક્સીન અપાશે, રશિયા ભારતની રેડ્ડી લેબોરેટરીને 10 કરોડ વેક્સીનના ડોઝ આપશે; અત્યાર સુધીમાં 2.97 કરોડ કેસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.