Rakhewal | 15-12-2020 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસાની મધ્યમાં આવેલ કોમ્પ્લેક્સની સિડીનો સ્લેબ તૂટતા દોડધામ, પાલિકાએ કોમ્પ્લેક્સ બનાવી દીધું પણ જાળવણીમાં ઉદાસીનતા.

ડીસાના બગીચા સર્કલથી ફુવારા સર્કલ સુધીના તૂટેલા રોડથી શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા, નગરપાલિકાનાં વહીવટદારને કરાઈ રજૂઆત.

થરાદના દેતાલ નજીકથી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપાઇ, પાયલોટિંગ કરતી કાર ભાગી છૂટી.

ઢીમા કેનાલમાં પાણી નહીં આપવામાં આવે તો હાઇકોર્ટનાં દરવાજા ખખડાવાની ખેડૂતોએ આપી ચીમકી.

અંબાજી નજીક હડાદ માર્ગ પર સર્જાયો અકસ્માત, ટ્રક રસ્તા વચ્ચે પલટી મારી ગઈ.

પાટણ તાલુકા ભાજપના હોદ્દેદારોની વરણી રદ, કલાકોમાં વરણી રદ કરાતા વિવાદ.

કડીના યુવાનની અમેરિકામાં લૂંટના ઇરાદે ગોળી મારી હત્યા, માદરે વતન વડુમાં શોકનો માહોલ.

કચ્છમાં નરેન્દ્ર મોદી બોલ્યા- દિલ્હી આસપાસ ખેડૂતોને ભ્રમિત કરવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે; વડાપ્રધાને ડિસેલિનેશન પ્લાન્ટ, રિન્યુએબલ એનર્જી પાર્કનો શિલાન્યાસ કર્યો

મેટ્રોના મોટેરાથી ગાંધીનગરના મહાત્મા મંદિર રૂટનું કામ નવા વર્ષથી શરૂ થશે, 28 કિલોમીટરના રૂટ પર 20 સ્ટેશન, એલિવેટેડ કોરિડોર બનશે.

સંસદનું શિયાળુ સત્ર નહીં મળે : સરકારે કોંગ્રેસને કહ્યું- કોરોનાને કારણે નિર્ણય લીધો; જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં બજેટ સત્ર યોજાશે.

દેશમાં રાહતના સમાચાર, 24 કલાકમાં લગભગ 13 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો, એક્ટિવ કેસની કુલ સંખ્યા ઘટીને 3.38 લાખ થઈ.

વિધાનસભા ચૂંટણી પહેલાં “આપ”નો વિસ્તાર : યુપીમાં આમ આદમી પાર્ટી પંચાયત ચૂંટણી લડશે, 65 જિલ્લામાં પ્રભારીની નિમણૂક કરાઈ.

મોડર્ના વેક્સિન કંપની સાઇબર હુમલાનો શિકાર બની, નેધરલેન્ડમાં ક્રિસમસ પહેલાં પાંચ સપ્તાહનું લોકડાઉન.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.