Rakhewal | 14-12-2020 Headlines

https://youtu.be/nFD9HCnSSKo
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

હિમાલય તરફથી બર્ફીલા શિયાળુ પવન શરૂ થતા ડીસા સહિત જીલ્લાભરમાં ઠંડીનો ચમકારો, લઘુતમ તાપમાન સતત ઘટાડો થતાં ૧૫.૨ ડિગ્રી તાપમાન નોંધાયુ.

ડીસા કોલેજમાં એક વર્ષથી ટેબ્લેટની ફાળવણી ન કરાતા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત.

ધાનેરાના નેનાવા રોડ પર જીપની ટકકરથી બાઇક ચાલકનું મોત.

અમીરગઢના ધનપુરા નજીક અજાણ્યા શખ્સોએ બાઈક પર જઈ રહેલા બે યુવાનો સાથે લૂંટ ચલાવી.

ડીસાના ભોયણના યુવાન ખેડૂતની અનોખી સિધ્ધિ, રાજ્યમાં સૌપ્રથમ વખત જીરેનિયમની સફળ ખેતી કરી.

મહેસાણામાં વિપુલ ચૌધરીના સમર્થનમાં વિશાળ રેલી નિકળી, પોલીસ દ્વારા ૨૦ લોકોની અટકાયત.

દેશના ટોપ ૧૦૦ સ્માર્ટ સિટીની યાદીમાં ગુજરાતના અમદાવાદ શહેરે બાજી મારી, પ્રથમ નંબરનું સ્થાન ઝડપી લીધુ.

કોરોના આંક ઘટ્યો : બનાસકાંઠામાં 299 સેમ્પલ લેવાયા,13 પોઝિટિવ, એન્ટીજન 222 સેમ્પલમાં એકપણ કેસ પોઝિટિવ નહીં.

મેડિકલ ઈન્ટર્ન્સની હડતાળ ગેરકાયદે, પાછી નહીં ખેંચે તો પગલાં લેવાશે, PGમાં એડમિશન નહીં મળેઃ નીતિન પટેલ.

છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર : વડાપ્રધાન મોદી 15 ડિસેમ્બરે માત્ર પાંચ કલાક પુરતાં કચ્છ આવશે, ત્રણ યોજનાઓનો શિલાન્યાસ કરશે.

વિદ્યાર્થીઓ હવે વિશ્વના કોઈપણ ખૂણેથી પોતાના ડિગ્રી સર્ટિફિકેટ ઓનલાઈન મેળવી શકશે, GTUએ ચાર વર્ષમાં 2.63 લાખથી વધુ સર્ટિઓનો ડેટા અપલોડ કર્યો.

અમદાવાદમાં આ વર્ષે 31 ડિસેમ્બરની ઉજવણી નહીં કરી શકાય, કર્ફ્યૂ ભંગ કરનારા સામે પોલીસ કાર્યવાહી કરશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓછી થતાં આગામી ત્રણ દિવસમાં રાજ્યમાં ફૂલગુલાબી ઠંડીની આગાહી, 27થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે.

કર્ણાટકમાં પગાર ન મળતા આઈફોન બનાવતી કંપનીના કર્મચારીઓ વિફર્યા, હજારો આઈફોન લૂંટ્યા અને 437 કરોડની નૂકસાની કરી.

ખેડૂત કાયદાના વિરોધનો 19મો દિવસ : દિલ્હી બોર્ડર પર ખેડૂતોની ભૂખ હડતાળ શરૂ, રાજનાથે કહ્યું-સરકાર વાતચીત માટે હંમેશા તૈયાર.

જમ્મુ કાશ્મીરના પુંછમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ, બે આતંકવાદી ઠાર, એકની ધરપકડ.

વિશ્વભરમાં Gmail – YouTube ડાઉન, સાઈન-ઈનમાં પ્રોબ્લેમ, યુઝર્સ અકળાયા.

જર્મની કોરોનાને લગતા નવા નિયંત્રણો 16મી ડિસેમ્બરથી લાગુ કરશે, કેનેડાએ એલર્જી ધરાવતા લોકોને વેક્સિન નહીં લેવા અપીલ કરી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.