Rakhewal | 13-09-2020 Headlines

https://youtu.be/xyL7Uo9UiQQ
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

દાંતીવાડા ડેમની સપાટી ૫૮૭.૪૫ ફૂટે પહોંચી, પાણીની આવક ૯૦૦ ક્યુસેક નોંધાઈ.

અંબાજી ત્રિસૂલીયા ઘાટ પર વધુ એક અકસ્માત સર્જાયો, ટ્રક ચાલકને ગંભીર ઈજાઓ થતા જ ૧૦૮ મારફત દાંતા ખાતે સારવાર માટે ખસેડાયો, છેલ્લા ૨૦ દિવસમાં અકસ્માતનો ત્રીજો બનાવ બન્યો.

ડીસા પાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી ખોરંભે, મુખ્યમાર્ગો ઉપર રખડતા ઢોરના સામ્રાજ્યથી શહેરીજનો ત્રસ્ત થઈ ઉઠ્યા.

ધાનેરા તાલુકાના ગામડાઓને જોડતા રસ્તાઓ ભયજનક બન્યા : પાણીના વહેંણ પર બાંધવામાં આવેલા મોટાભાગના રસ્તાઓ વરસાદી પાણીના લીધે ધોવાયા.

ક્ચ્છ સહિત ગુજરાત તેમજ રાજસ્થાન બોર્ડર પર ડ્રગ્સ અને નકલી નોટોની દાણચોરી કરતા આંતકીઓ વિરુદ્ધ બીએસએફની કડક કાર્યવાહી, ” દેખો ત્યાં ઠાર” ના અપાયા આદેશ.

રાજ્યની 10 લાખથી વધુ મહિલાઓને વ્યવસાય, ગૃહ ઉદ્યોગ શરૂ કરવા 0 ટકા વ્યાજે 1 લાખ સુધીની લોન મળશે.

રાજ્યના ૩૨ જીલ્લાના ૧૩૭ તાલુકામા ઝરમરથી ૫.૫ ઈંચ સુધીનો વરસાદ : રાજ્યમા સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૨૫ % નોંધાયો, આગામી ૯૬ કલાકમા હળવાથી ભારે વરસાદની આગાહી

ગુજરાતમાં 175 દિવસમાં કોરોનાનો સરકારી ખર્ચનો રિપોર્ટ, એક દર્દી પાછળ સરેરાશ 60 હજાર ખર્ચ.

અમદાવાદમાં પોલીસકર્મી સહિત ડ્રગ્સ ડીલરો ઝડપાયા, 1 કરોડનું MD ડ્રગ્સ ક્રાઇમ બ્રાન્ચે ઝડપ્યું.

ગુજરાતમાં સૌપ્રથમ રાજકોટમાં કોરોનાના મૃત દર્દીનું પોસ્ટમોર્ટમ, ફેફ્સાં ઉપરાંત મગજ-લિવર પર અસર કર્યાનો પરીક્ષણમાં ખુલાસો, કઇ ટ્રીટમેન્ટ આપવી તેનો માર્ગ મોકળો થશે.

દેશના ગૃહમંત્રીની તબિયત ફરીવાર લથડી : અમિત શાહને શ્વાસ લેવામાં તકલીફ થતા મોડી રાતે એઇમ્સમાં દાખલ કર્યાં, 15 દિવસ પહેલા જ ડિસ્ચાર્જ કર્યા હતા.

RJD નેતા રઘુવંશ પ્રસાદ સિંહનું 74 વર્ષની વયે નિધન ; 3 દિવસ પહેલાં પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હતું, પરંતુ લાલુએ સ્વીકાર્યું ન હતું

લદાખમાં બંને દેશના જવાન આમને સામને ; કમાન્ડરોની વાટાઘાટો ફરી નિષ્ફળ, ચીનની હરકતોથી તણાવ ઘટવાના સંકેત નહીં.

સોનિયા સારવાર માટે અમેરિકા જવા રવાના, રાહુલ પણ સાથે ગયાઃ સંસદના ચોમાસા સત્રમાં બંને હાજર રહેશે નહીં.

ઓક્સફોર્ડે કોરોના રસીની ટ્રાયલ ફરી શરૂ કરી, એક વ્યક્તિ બીમાર પડી જતા ટ્રાયલ બંધ કરી દેવામાં આવી હતી.

માઈક્રોસોફ્ટની ચેતવણી – ચીનના નિશાન પર બાયડન, ઈરાનના ટાર્ગેટ પર ટ્રમ્પ કેમ્પેઈન; રશિયા બન્ને પાર્ટીઓના કેમ્પેઈનને નિશાન બનાવી રહ્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.