Rakhewal | 13-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસાની લક્ષ્મી નારાયણ સોસાયટી નજીક ગટરના ખુલ્લા ચેમ્બરમાં બાળકી ખાબકી, સદનસીબે બાળકીનો આબાદ બચાવ પણ રહીશોના જીવ પડીકે.

પાલનપુરમાં આવેલા નેશનલ મેડિકલ એજન્સીના ગોડાઉનમાં લાગી આગ, દવાનો જથ્થો બળીને ખાખ.

દિયોદરના લીંબાઉ ગામે શોર્ટ સર્કિટના કારણે ઘરમાં આગ લાગતા ઘરવખરીનો સામાન બળીને ખાખ.

પાલનપુર શહેર ભાજપમાં ભંગાણ, ભાજપના સક્રિય કાર્યકર અને સ્ટ્રીટ લાઈટ ચેરમેન ભારતીબેન ઠાકોર આમ આદમી પાર્ટીમાં જોડાયા.

બહુચરાજીમાં કોંગ્રેસના બે જૂથ વચ્ચે મારામારી, મેન્ડેડ ફાડી નાખવા મામલે ધારાસભ્ય ભરત ઠાકોર ઉપર હુમલો.

મહેસાણા – સાબરકાંઠાની કેનાલો ઉપર મશીન ચોરતી ટોળકીનો પર્દાફાશ, રૂ. ૨.૪૨ લાખના મુદ્દામાલ સાથે ૪ આરોપી ઝડપાયા.

મોડાસા નગરપાલિકાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે તો ભારે કરી, ૨૦૦૦ નું પરચુરણ લઇ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા.

રાજ્યની પ્રાથમિક શાળાઓમાં 18મી ફેબ્રુઆરીથી ધોરણ 6થી 8ના વર્ગો પુનઃ શરૂ કરાશે,વાલીનું સંમતિપત્ર ફરજીયાત.

ભાજપ અને કૉંગ્રેસના રિસાયેલા કાર્યકરોને મનાવવા ધારાસભ્યો અને નેતાઓની ડેમેજ કંટ્રોલ સાથેની ડિનર ડિપ્લોમસીની કવાયત.

માર્ચ 2020થી શરુ થયેલી 1200 બેડની કોવિડ હોસ્પિટલ બંધ કરવાની કવાયત, બાળ અને ગાયનેક વિભાગનો વોર્ડ શરૂ કરાશે.

કાશ્મીરના બાળકોના હાથમાં બંદુકની જગ્યાએ ક્રિકેટ બેટ આપવાનો પ્રયાસ, લોકસભામાં અમિત શાહ.

આગ્રા એક્સપ્રેસ હાઇવે પર અકસ્માતમાં 6નાં મોત, હવાની ક્વોલિટી ખરાબ; સવારે પણ વાહનોની લાઇટ ચાલુ રાખવી પડી.

જૈશના આતંકવાદીએ કરી હતી ડોભાલની ઓફિસની રેકી, વીડિયો પાકિસ્તાની હેન્ડલર ડોક્ટરને મોકલવાનો હતો.

બ્રિટનમાં 66 વર્ષમાં પહેલીવાર -23 ડિગ્રી તાપમાન, 90 કિમી પ્રતિ કલાકની ઝડપથી બર્ફીલા તોફાનના ઠંડા પવનો ફૂંકાયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.