Rakhewal | 12-12-2020 Headlines
24
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
ડીસામાંથી વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ : ૨.૩૭ લાખના મુદ્દામાલ સાથે બેની અટકાયત.
ડીસાના આખોલ હાઇવે નજીકના ખેતરમાંથી ફુવારાની ચોરી, અજાણ્યા ઈસમો વિરુદ્ધ પોલીસ ફરીયાદ.
ડીસાના રમુણ નજીક રોડ ઉપર યુવાનની લાશ મળી, યુવક ધાનેરાનો હોવાનું ખુલ્યું.
ડીસા સહિત જિલ્લાભરના હવામાનમાં આવેલા પલટા બાદ બીજા દિવસે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું : વાદળછાયા અને ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખેતીના પાકોને નુકસાન થવાની શક્યતા.
ડીસામા લઘુત્તમ તાપમાનનો પારો પણ ૨.૩ ડિગ્રી ધટતા ૧૬.૪ ડિગ્રી નોંધાયો, આગામી બે દિવસોમાં ફરી પાછુ કાતિલ ઠંડીનું મોજું ફરી વળવાની હવામાન વિભાગની આગાહી.
ડીસામાં સ્વર્ગસ્થ પોલીસ જવાનની યાદમાં ડે-ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ, બનાસકાંઠા સહિત ગુજરાત ની ૧૬ ટીમો ભાગ લઈ રહી છે.
અમીરગઢ પંથકમાં સવારના સમયે ભારે ધુમ્મસવાળું વાતાવરણ, ધુમ્મસના કારણે ઈકબાલગઢ ઓવરબ્રિજ નજીક એર્ટીગા ગાડીને નડ્યો અકસ્માત.
ભાભર રાધનપુર હાઇવે પર ટ્રક ચાલાકે મહિલાને હડફેટે લેતાં મોત.
ધાનેરામાં એગ્રો સેન્ટરના ખાતરના સેમ્પલ ફેલ : વિક્રેતા અને ઉત્પાદક વિરુદ્ધ ગુનો દાખલ.
રાજ્યમાં માવઠાંથી ખેડૂતોના પાકને થયેલા નુકસાનનો સરવે કરાશે, રાજ્યમાં કુલ 142 તાલુકામાં વરસાદ પડ્યો.
ગુજરાતમાં આજે કોરોનાના નવા 1223 કેસ, 1403 દર્દીઓ સાજા થયા.
6 મહિનામાં ગુજરાતના 22 લાખ લોકોએ માસ્ક-થુંકવાનો દંડ ભર્યો : રૂ.100 કરોડ.
તમિલનાડુમાં CBIની કસ્ટડીમાં રાખવામાં આવેલા 400 કિલો પૈકી 103 કિલો સોનુ ગુમ થયુ, કોર્ટે તપાસનો આદેશ આપ્યો.
રાજસ્થાન-MP સહિતનાં અનેક રાજ્યોમાં વરસાદને કારણે તાપમાનમાં 6 ડીગ્રીનો ઘટાડો, 48 કલાકમાં ઠંડીમાં થશે વધુ વધારો.
અર્ધસૈનિક દળોમાં કોરોના : સંક્રમિત જવાનોની સંખ્યા 50 હજારને પાર, CRPFના સૌથી વધારે 14 હજાર જવાન સંક્રમિત.
દેશમાં ઉત્તરાખંડના મંત્રી રેખા આર્યા સંક્રમિત; આંધ્રપ્રદેશ અને ઓડિશામાં સૌથી વધુ દર્દી સાજા થયા.
અમેરિકામાં ફાઇઝરની વેક્સિનના ઇમર્જન્સી ઉપયોગને મંજૂરી, અહીં મેકશિફ્ટ હોસ્પિટલ પણ શરૂ કરાઈ.
રશિયન અને એસ્ટ્રાજેનેકાની રસીનું સંયોજન કરી ટ્રાયલ કરાશે, રસીના કોકટેલથી કોરોનાથી બચાવમાં અસરકારક કવચ મળશે કે કેમ તે ચકાસશે.