Rakhewal | 10-02-2021 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
બનાસકાંઠાના પ્રાથમિક શિક્ષણ વિભાગના અંદાજીત ૧૫૦૦૦ કર્મચારી પૈકી ૬૧૧૬ કર્મચારીઓએ છેલ્લા ત્રણ દિવસમાં કોરોના રસી લીધી.
પાંથાવાડામાં ૯૨ એકમો ઉપર તોલમાપ વિભાગની કાર્યવાહી, ૨૯ એકમો પર ગેરવહીવટ જણાતા ફટકારાયો દંડ.
કરોડોની લોન ના ભરતા બનાસકાંઠા કોંગ્રેસના અગ્રણીનો હોન્ડાનો શો રૂમ શીલ કરાયો.
રાધનપુરના મસાલી ગામે નર્મદાનું પાણી આપવામાં નહિ આવે તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના બહિષ્કારની ગ્રામજનોની ચીમકી.
માઉન્ટ આબુમાં ધડાકા સાથે પથ્થર તોડતા બ્લાસ્ટ થતા બે લોકો ઘાયલ, બન્ને ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડાયા.
આબુ પોલીસની મોટી કાર્યવાહી, માવલ પાસે ઘાસના ભૂસાની આડમાં રાજસ્થાનથી જામનગર લઈ જવાતો લાખો રૂપીયાનો દારૂ ભરેલી ટ્રક ઝડપાઇ.
પ્રાંતિજમાં કાર્ડ બંધ કરાવવા ઓટીપી આપતા ૨.૯૧ લાખ કપાયા, અજાણ્યા ઈસમ સામે સાયબર ક્રાઇમમાં છેતરપીંડીની ફરીયાદ.
પાલિકા-પંચાયતોની ચૂંટણી માટે આજે ભાજપના ઉમેદવારો જાહેર થઈ શકે, મનપામાં ટિકિટ ન મળવાથી નારાજ કાર્યકરોની સી.આર. પાટીલે માફી માગી.
શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની 86 જેટલી સ્કૂલોની નવા વર્ગ અને વર્ગ વધારા માટેની અરજીઓ નામંજૂર કરવામા આવી.
શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં પરત લાવવા આગામી 15 ફેબ્રુઆરી બાદ નિર્ણય લેવાય તેવી શક્યતાઓ.
એક વર્ષ માટે JEE મેઈન પરીક્ષાના આધારે NIT અને IIITમાં પ્રવેશ માટે ધો.12ના માત્ર પાસિંગ માર્કસ જ ધ્યાને લેવાશે.
ભાવનગરના અલંગમાં આવેલા INS વિરાટને તોડવા પર પ્રતિબંધ લગાવ્યો, જહાજને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવા અરજી કરાઈ.
5 મહિનાની બાળકીને 16 કરોડનું અમેરિકન ઈન્જેક્શન આપવાનું છે, PMએ આની પર 6.5 કરોડ ટેક્સ માફ કર્યો.
ખેડૂત આંદોલન દરમિયાન 500 અકાઉન્ટ્સ હંમેશાં માટે સસ્પેન્ડ, વિવાદાસ્પદ કન્ટેન્ટવાળાં હેશટેગની વિઝિબિલિટી ઘટાડી.