Rakhewal | 10-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
કોરોના મહામારીના ૧૦ મહિનાના લાંબા ગાળા બાદ આવતીકાલથી સ્કૂલો શરૂ થશે, તમામ સ્કૂલોને સેનેટાઈજ કરવામાં આવી.

તમામ સ્કૂલમાં આવતીકાલે વિદ્યાર્થીઓને આવકારવામાં અતિરેક ન થાય તેનું ધ્યાન રાખવા ડીઈઓ ઓફિસથી મૌખિક સૂચના અપાઈ, કોઈ પણ વિદ્યાર્થીને ચોકલેટ કે ફૂલ આપી નહીં શકાય.

પાણીનો વેડફાટ અટકાવવા ડીસા નગર પાલિકાનો નવતર અભિગમ, કોમર્શિયલ એકમોમાં પાણી મીટરો લગાવાયા.

ધાનેરાના સાંકડ ગામે પૌરાણિક નકલંગ ભગવાનના મંદિરે ૧૦ વર્ષ બાદ ફરી ચોરીની ઘટના બની, તસ્કરો ભગવાનના ચાંદીના ઘોડા સાથે દાનપેટીમા પડેલ રૂપિયા લઈ ફરાર.

અરવલ્લી જીલ્લામાં અલગ અલગ બે અકસ્માતમાં બેના મોત, ધનસુરા – મોડાસા અને શિકા – હિંમતનગર રોડ પર અકસ્માત સર્જાયો.

અમદાવાદનાં રેન્જ આઈજી કેસરીસિંહ ભાટીનું હ્રદયરોગના હુમલામાં નિધન.

ગુજરાતના ચારવાર મુખ્યમંત્રી રહી ચૂકેલા માધવસિંહ સોલંકીની અંતિમ યાત્રા, તિરંગમાં લપેટીને પાર્થિવ દેહ કોંગ્રેસ કાર્યાલય ખાતે લવાયો, સેવાદળે સલામી આપી.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગાઢ ધુમ્મસ છવાયું, ઠંડો પવન ફૂંકાયો, વિઝીબિલિટી ઘટતા વાહનચાલકોમાં પરેશાની.

કોરોના વેક્સિનેશનને લઈને સરકાર તમામ રીતે સજ્જ છે, રસી આપ્યા બાદ લોકોને નિરિક્ષણ હેઠળ રખાશે: રૂપાણી.

સુરતના માંડવીમાં મુખ્યમંત્રી રૂપાણીના હસ્તે 570 કરોડની કાકરાપાર-ગોરધા-વડ ઉદ્દવહન પાઈપલાઇન યોજનાનું લોકાર્પણ.

રાજ્યમાં બર્ડફ્લૂનો કહેર : અત્યાર સુધીમાં 130 પક્ષીનાં મોત, જૂનાગઢમાં ઉડતા કાગડા ટપોટપ નીચે પડી મોતને ભેટ્યાં, માંગરોળમાં 70, રાજપીપળામાં 6 કાગડાના મોત.

જગન્નાથ પુરીમાં 21 જાન્યુઆરીથી દર્શન માટે કોરોના રિપોર્ટ જરૂરી નહીં, 9 મહિના પછી મંદિર ખૂલ્યું.

સમગ્ર ઉત્તર ભારત શીતલહેરની ઝપટમાં, ચેન્નાઈમાં વરસાદે 100 વર્ષનો રેકોર્ડ તોડ્યો.

બ્રાઝીલમાં કોરોનાને માત આપશે ભારતની વેક્સિન, કોવિશીલ્ડના 20 લાખ ડોઝ માટે જાયર બોલ્સોનારોએ મોદીને પત્ર લખ્યો.

દુનિયામાં કોરોનાના દર્દીની સંખ્યા 9 કરોડને પાર, અમેરિકા એકમાત્ર એવો દેશ જ્યાં દરરોજ બે લાખથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.