Rakhewal | 09-12-2020 Headlines

https://youtu.be/nG6rOXtl8Bc
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠા ખાણ ખનીજ વિભાગનો સપાટો, ડીસાના કંસારી પાસેથી રોયલ્ટી વગરના ૪ ડમ્પર ઝડપ્યા, રૂ.૧૦.૫૦ લાખનો દંડ ફટકાર્યો.

ઈઢાટા ઢીમા માઈનોર અને ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં બે જગ્યાએ ૨૦ – ૨૦ફૂટના ગાબડા, ખેડૂતોમાં રોષ.

હારીજ તાલુકાના પીપલાણા ગામ નજીક માર્ગ અકસ્માતની ઘટનામાં બે યુવકોના મોત થતાં માતમ છવાયો.

પાટણમાં યુવકોને માર મારવા બદલ , પીએસઆઈ સહિત ૪ પોલીસકર્મી સામે ગુનો દાખલ.

આંગડિયા કર્મચારીના ખૂન કેશમાં સાબરકાંઠા એલસીબી ટીમે વધુ ૭ આરોપી ઝડપ્યા, ૩ પિસ્તોલ અને ૨ કારતુસ પણ કબ્જે લેવાઈ.

રાજ્યમાં ૫,૨૦૦ સ્કૂલોમાં આચાર્યની જગ્યા ખાલી, નવી ભરતી કરવા ગુજરાત રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા સરકારને રજૂઆત કરાઈ.

સમગ્ર ગુજરાતની સરકારી મેડિકલ કોલેજના એમબીબીએસ ઇંટર્ન ડોકટરો ૧૪મીએ હડતાળ ઉપર ઉતરશે, અન્ય રાજ્યો કરતા ગુજરાતના એમબીબીએસ ઇંટર્નનું સ્ટાઈપેન્ડ ઓછું.

અમદાવાદના અખબારનગર અન્ડરબ્રિજમાં BRTS બસ ઘૂસી જતાં બસનાં બે ફાડિયાં થઈ ગયાં, ડ્રાઇવરનો ચમત્કારિક બચાવ, કુલ બે લોકોને ઈજા.

રાજ્યમાં કોરોના વેક્સિન માટે 10 થી 13 ડિસેમ્બર દરમિયાન ડોર ટુ ડોર સરવે હાથ ધરાશે, મતદાન મથક પ્રમાણે ડેટા તૈયાર કરવામાં આવશે.

રાજ્યમાં 10 લાખની વસતિએ સરેરાશ 3240ને કોરોના, કોવિડ સંક્રમિત દર્દીઓમાં અમદાવાદ કરતાં સુરત આગળ નીકળ્યું.

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં કવાયત : 2015ની પેટર્નથી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓમાં વહીવટદારને બદલે ચૂંટાયેલી બોડીને જ ચાલુ રાખવાનું સરકારનું રાજકીય ગણિત.

કોરોના વેક્સિનની તૈયારીઓની સમીક્ષા કરવા માટે 64 દેશના રાજદ્વારી હૈદરાબાદ પહોંચ્યા.

હોમ ક્વોરન્ટીન લોકોને રાહત : સુપ્રીમ કોર્ટે કહ્યું- ડિઝાસ્ટર મેનેજમેન્ટ કાયદા અંતર્ગત આદેશ મળે તે પછી જ ઘરની બહાર કોવિડનું પોસ્ટર લગાવવું.

ખેડૂત આંદોલનનો 14 મો દિવસ : સરકાર આંશિક ઝૂકી, ખેડૂતોને લેખિતમાં પ્રસ્તાવ આપ્યો; નિર્ણય માટે ખેડૂતોની બેઠક શરૂ.

કોરોના વિશ્વમાં : બ્રિટનમાં આગામી ઠંડીની સીઝનમાં પણ માસ્ક પહેરવું પડી શકે છે, જર્મનીમાં ફરી લોકડાઉનના સંકેત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.