Rakhewal | 09-09-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠાની ૧૦ તાલુકા પંચાયતમાં ભાજપ અને ૩ તાલુકા પંચાયતમા કોંગ્રેસ : દાંતા, પાલનપુર અને કાંકરેજમાં કોંગ્રેસ અને બાકીના તમામમાં ભાજપ.
મડાણા ગઢમાં મોડી રાત્રીએ પીકઅપ સ્ટેન્ડ ધરાશાયી : પીકઅપ સ્ટેન્ડના બાંધકામમાં એક પણ બીંબ ના હોવાથી થયું ધરાશાયી.
બનાસકાંઠા જિલ્લા પાંજરાપોળ સંચાલકાનો અનોખો વિરોધ, ડીસા એસડીએમ કચેરી ખાતે આવેદનપત્ર આપી રામધૂન કરી.
ભાદરવી મેળો બંધ રહેતાં અંબાજી એસ.ટી.તંત્રને અંદાજીત ૬૫ થી ૭૦ લાખનું નુકશાન થયુ હોવાનું અનુમાન.
બનાસકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના અને કિસાન પરિવહન યોજનાના લોકાર્પણ કાર્યક્રમો મંત્રી અને સાંસદની હાજરીમાં યોજાશે.
અમીરગઢના ચાર ગામોને જોડતા મુખ્ય માર્ગ જ ધોવાઈ જતા ગ્રામજનોને ભારે મુશ્કેલી : ઇસવાણીના ગ્રામજનોએ વાગતા ઢોલે મામલતદારને આવેદનપત્ર આપ્યું.
એલ.સી.બી. પોલીસનો સપાટો : દાંતામાં વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઇ, ૪ લાખના મુદ્દામાલ સાથે એકની અટકાયત.
ઊંઝાના યુવકને લગ્ન કરાવી આપવાની લાલચ આપી ૯૩૦૦૦ ની ઠગાઈ : લગ્ન નહીં કરાવી આપતા યુવતી સહિત ૪ સામે ફરિયાદ.
કડી પોલીસ સ્ટેશનમાં દારૂ કાંડ મામલે એક હોમગાર્ડ અને બે પોલીસ કર્મીની અટકાયત : હજુ કડીના તત્કાલીન પીઆઈ ઓ. એમ. દેસાઈ સહિત ત્રણની ધરપકડ બાકી.
કોરોના મામલે ચિંતાજનક સમાચાર, એક વખત કોરોના થયા બાદ ફરીથી કોરોના થવાના કેસમાં વધારો : અમદાવાદ સિવિલ હોસ્પિટલના ૨ ડોકટરોને ફરીથી કોરોના, અત્યાર સુધી ૬ ડોકટર અને ૧ મહિલા દર્દીને ફરીથી કોરોના થયો.
બહુચરાજી મેળાના મેદાન પાસે આવેલા બંધ મકાનમાં બાકોરું પાડી ૪ લાખ ઉપરાંતની દાગીના તેમજ રોકડની ચોરી.
રાજ્યમાં હેલ્મેટ અને માસ્ક ના પહેરનાર સામે 20 તારીખ સુધી મેઘા ડ્રાઈવ : હેલ્મેટ ના પહેરનાર સામે ૫૦૦ અને માસ્ક ના પહેરનાર સામે ૧૦૦૦ નો દંડ લેવામાં આવશે.
રાજ્યમાં આગામી ૫ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી : ૧૬ થી ૧૮ સપ્ટેમ્બરના વરસાદનું જોર વધશે.
ખોટા નામે જમીન પચાવી પાડી-બીજાને વેચાણ કરી દેનારા ભૂમાફિયાઓની ખેર નથી : ખોટા દસ્તાવેજોથી જમીન પચાવી પાડવી, પાવર ઓફ એટર્નીના દુરૂપયોગથી થતા દસ્તાવેજો સામે હવે કડક હાથે કામ લેવાશે.
ગુજરાતમાં વાહનોના વેચાણમાં મોટો ઘટાડો, ટુ વ્હીલરના વેચાણમાં ૪૫ ટકા ઘટાડો અને થ્રી વ્હીલર ના વેચાણમાં ૯૧ ટકા ઘટાડો નોંધાયો
અમદાવાદમાં સવારે 6 વાગ્યાથી રાતના 11 સુધી AMTS ના 149 રૂટ પર 700 અને BRTS ના 13 રૂટ પર 222 બસો દોડશે.
21 સપ્ટેમ્બરથી 5 દિવસ માટે ચોમાસું સત્ર શરૂ થશે, 24 પ્રકારના કાયદા અને કાયદામાં સુધારા વિધેયક લવાશે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ધોરણ 9 થી 12 સુધીના અભ્યાસને લીલી ઝંડી : 21 સપ્ટેમ્બરથી શાળા ખુલશે, ધોરણ-9 થી 12 સુધીના વિદ્યાર્થીઓ માતા-પિતાની મંજૂરીથી શાળા જઈ શકશે, જિમ ખુલશે પણ સ્વીમિંગ પૂલ અને સ્પોર્ટ્સ એક્ટિવિટી પર પ્રતિબંધ.
આવતીકાલે રાફેલ એરફોર્સમાં સામેલ થશે, અંબાલામાં મેગા શોનું આયોજન.
દેશમાં પહેલીવાર 1 દિવસમાં કોરોનાના 1 લાખ નવા દર્દી ; દિલ્હી સરકારે પ્રિસ્ક્રિપ્શન વગર કોરોના ટેસ્ટને મંજૂરી આપી; દેશમાં કુલ 73 હજારથી વધુ મૃત્યુ.
ગૂગલે ત્રણ દિવસના વીકલી ઓફની જાહેરાત કરી, હવે સપ્તાહમાં ચાર દિવસ જ કામ કરશે કર્મચારીઓ, અન્ય કંપનીઓમાં પણ કરાઈ માંગ.
બ્રિટનની કંપની એસ્ટ્રાજેનેકાએ છેલ્લા તબક્કામાં કોરોના વેક્સિનની ટ્રાયલ રોકી, ટેસ્ટિંગમાં સામેલ એક વ્યક્તિ બીમાર થયો.