Rakhewal | 09-01-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

બનાસકાંઠામાં સરકારી જમીન પચાવી પાડવાનો પ્રથમ ગુનો દાખલ, પાલનપુરના ભાગળમાં સરકારી જમીનમાં બાંધકામ ભારે પડ્યું.

લાખણી તાલુકાના કમોડા ગામના સગા ભાઈએ હત્યા કરી, મિલકત પચાવી પાડવાની લાલચમાં સગાભાઈની હત્યા કરાયાનો આક્ષેપ.

ડીસામાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપાયો, સરકારના જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ, દોરી આપનાર અને મંગાવનારા સામે પણ ફરિયાદ.

કાંકરેજના કસરાની સરકારી શિક્ષિકાને ધમકીભર્યો પત્ર, ચેખલા શાળાના આચાર્ય સામે શંકાના આધારે ફરિયાદ.

પાલનપુરના ખીમાણા ગામના બાયો ડીઝલ પંપમાં ભેળસેળ, ખુદ મામલતદારે સંચાલક સામે ગુનો નોંધાવ્યો.

ડીસાની ભણશાલી હોસ્પિટલ સોમવારથી રાબેતા મુજબ શરૂ, ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓમાં ખુશાલી છવાઈ.

ડીસા પાલિકાની ચૂંટણી પહેલા ૩૦૦ યુવાનો ભાજપમાં જાેડાયા, ધારાસભ્યની હાજરીમાં આપના કાર્યકરો સહિત યુવાનોએ ભગવો ખેસ ધારણ કર્યો.

જિલ્લાના ૧૨૫૦ શિક્ષકોએ વતનમાં બદલી માટે અરજી કરી, જિલ્લામાં ૩ વર્ષથી બદલી કેમ્પ ન યોજાતા શિક્ષકોએ માંગ કરી

બનાસકાંઠા જિલ્લામાં ઉતરાયણના તહેવારને અનુલક્ષીને ઘાયલ પશુ – પક્ષીઓની સારવાર માટે ૧૪ કંટ્રોલ રૂમ શરૂ કરાશે.

અંબાજી ખાતે એક મકાનમાં આગ લાગતાં દોડધામ, દેવસ્થાન ટ્રસ્ટના ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો.

મહેસાણામાં કારને રોકવા જતા મહિલા પીએસઆઈને કચડવાનો પ્રયાસ, ઘટના બાદ મહિલા પીએસઆઈએ કાર ચાલકને ઝડપી લઈ દંડ ફટકાર્યો.

હિંમતનગરમાં પીકઅપ ડાલામાંથી પોલીસે 900 ફિરકી ચાઈનીઝ દોરી ઝડપી, પાંચ લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સોની ધરપકડ.

ગુજરાતના લોકપ્રિય પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીનું 94 વર્ષની વયે નિધન, ભરતસિંહ વિદેશ હોવાથી આવતીકાલે અંતિમસંસ્કાર, રાહુલ-પ્રિયંકા આવશે.

બોર્ડ પરીક્ષામાં બ્લોકદીઠ 30 વિદ્યાર્થી રહેશે, કોરોનાના કેસ ઘટતા હવે ગત વર્ષની જેમ બેઠક વ્યવસ્થા રાખવા નિર્ણય કરાયો.

માણાવદર તાલુકાના બાંટવામાં મળેલી મૃત ટિટોડીને બર્ડ ફ્લૂ હતો, ગુજરાતનાં તમામ પક્ષી અભયારણ્યો અને ઝૂમાં પક્ષી વિભાગો મુલાકાતીઓ માટે બંધ કરવા આદેશ.

સુરતમાં કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાનીના હસ્તે લોકડાઉન બાદ પ્રથમ વખત ત્રિ દિવસીય‘સીટેક્ષ એક્ષ્પો-2021’ને ખુલ્લુ મૂકવામાં આવ્યું.

મહારાષ્ટ્રમાં ભંડારાની જિલ્લા હોસ્પિટલમાં આગથી 10 નવજાતનાં મોત, 1 દિવસથી 3 મહિના સુધી હતી ઉંમર; મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તપાસના આદેશ આપ્યા.

દેશમાં કોરોના વેક્સિનેશન 16 જાન્યુઆરીથી શરૂ, 3 કરોડ લોકોને પહેલા ફેઝમાં અપાશે.

LAC પર ચીની હરકત : ભારતીય સીમામાં ઘૂસતા ચીની સૈનિકની ધરપકડ, ત્રણ મહિનામાં બીજી વાર ઘૂસણખોરીનો પ્રયત્ન.

અમેરિકામાં ઉપલબ્ધ વેક્સિનના તમામ ડોઝ એકસાથે રિલીઝ કરશે બાઈડન, UKએ મોડર્નાની વેક્સિનને મંજૂરી આપી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.