Rakhewal | 06-12-2020 Headlines

https://youtu.be/ICffFVKWUG4
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં કોરોનાના વધુ 18 કેસ સામે આવ્યા : જિલ્લામાં હજુ પણ અનેક લોકો માસ્ક પહેરવામાં બેજવાબદાર.

ધાનેરા ખાતે રૂ.૨૪૧.૩૪ કરોડના પીવાના પાણીના કામોનું ખાતમુહૂર્ત કરાયું, પ૦૦ કરોડના ખર્ચે ડીસા અને લાખણી તાલુકાના ૧૫૬ ગામોને નર્મદાનું પાણી અપાશે : મુખ્યમંત્રી રૂપાણી.

ડીસા સહીત જીલ્લામાં મિશ્ર ઋતુનો અનુભવ, ભેજનું પ્રમાણ વધી જતાં વહેલી સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ.

વડગામના બસુ પાસે ટ્રકે ટક્કર મારતા બાઇક સવારનું ઘટના સ્થળે મોત, બેફામ ટ્રક હંકરનાર ચાલક અકસ્માત સર્જી ફરાર.

પાલનપુર એલસીબીએ ઊણ-વાલપુરા રોડેથી ચોરેલા બાઇક સાથે બે ઈસમ ઝડપ્યા.

ભીલડી રેલ્વે પોલીસે બે ફરાર આરોપીને ઝડપી જેલ હવાલે કર્યા.

મહેસાણા પોલીસ દ્વારા એક જ મહિનામાં ૭ શખ્સ સામે પાસા હેઠળ કાર્યવાહી તો વર્ષોથી ગુનાખોરી કરતી કડીની ટોળકી સામે ગુજસીટોક કાયદા હેઠળ કાર્યવાહી.

ગુજરાત હોમગાર્ડ વિભાગ અને લાઈવલીહુડ મિશન વચ્ચે એમઓયું, લાઈવલીહુડ મિશન રાજ્યના ૯૩ હજાર સિવિલ ડિફેન્સ જવાનોને રોજગરીલક્ષી તાલીમ આપશે.

ઉત્તર ગુજરાતમાં બગડતી જાય છે કોરોનાથી સ્થિતિ : મહેસાણા બની રહ્યું છે હોટસ્પોટ, 5 દિવસમાં 347 કેસ.

અમદાવાદીઓ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગમાં બેદરકાર, બે દિવસમાં રૂ. 56.10 લાખનો દંડ વસુલાયો, રોજના 300 થી વધુ ગુના નોંધાયા.

સિવિલ હોસ્પિટલમાં વધુ મોત થવાનો મામલો, ચોંકાવનારા ખુલાસા આવ્યા સામે.

અમદાવાદમાં બાપુનગરના શ્યામ શિખર ટાવરમાં આવેલી દુકાનોમાં ભીષણ આગ, સોના-ચાંદી અને મોબાઈલ સહિતની દુકાનો ખાક.

સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત હવે નવમાં સ્થાને, રૂપાણી સરકાર માટે ખુશખબર.

જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી હુમલો : શ્રીનગરમાં પોલીસ પાર્ટી પર આતંકવાદીઓએ આડેધડ ફાયરિંગ કર્યું, જવાન અને નાગરિક ઈજાગ્રસ્ત થયા.

દેશમાં આજે 4 લાખથી ઓછા એક્ટિવ કેસ થઇ શકે, જે 138 દિવસમાં સૌથી ઓછા ; અત્યાર સુધી 96.44 લાખ કેસ.

અમેરિકામાં 24 કલાકમાં નવા 2 લાખ 30 હજાર કેસ નોંધાયા, 2,527 લોકોએ જીવ ગુમાવ્યો; ફ્રાન્સમાં એક સપ્તાહ પછી ફરી કેસ વધ્યા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.