Rakhewal | 06-09-2020 Headlines
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસાના ગાયત્રી મંદિર નજીક ઇકો ગાડીમાં આવેલા શખ્સોએ વેપારીને માર મારી લૂંટ ચલાવી : રોકડ અને લેપટોપ ઉઠાવી ફરાર.
વાવ તાલુકાના રાઘાનેસડા ગામે બે ગૌમાતાઓનો ભોગ લેવાયો હોવાનો આક્ષેપ : ગૌમાતાઓને પાંચ દિવસ સુધી ઘાસચારા અને પાણી વગર રૂમમાં ગોંધી રખાતા મોત થયા.
ડીસાના ભદ્રામલી ગામે યુવતીની લાજ લેવાનો પ્રયાસ : અજુજા ગામના શખ્સ સામે ફરીયાદ નોંધાવી.
ડીસામાં આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા ૧૨૦ કર્મચારીઓની પરીક્ષા યોજાઈ : કોરોના મહામારીમાં મહિલા કર્મીઓના માર્ગદર્શન માટે આરોગ્યલક્ષી પરીક્ષાનું આયોજન.
યાત્રાધામ અંબાજીમાં આજે વહેલી સવારથી જ ભારે વરસાદ, પાણીના વહેણમાં વાહનો તણાયા.
ભાદરવી પુનમ બાદ આજે યાત્રાધામ અંબાજી મંદિરમાં પ્રક્ષાલન વિધિ સંપન્ન.
ધાનેરા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીને લઈ જિલ્લા સંગઠને મુલાકાત લીધી, પ્રમુખ પદ માટે ૬ ઉમેદવારે ઉમેદવારી નોંધાવી.
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણીમાં નડિયાદના એડવોકેટ કિરીટ બારોટ ચેરમેન અને ગાંધીનગરના વકીલ શંકરસિંહ ગોહિલ વાઈસ ચેરમેન પદે બિનહરીફ ચૂંટાયા.
રાજકોટમાં શરદી, ઉધરસ અને તાવની દવા મેડિકલ સ્ટોરે લેવા જનાર વ્યક્તિના નામ-નંબર નોંધાશે અને કોરોના ટેસ્ટ થશે.
દેશમાં કુલ 40 લાખ 71 હજાર કેસ : કેન્દ્ર સરકારે મહારાષ્ટ્ર, કર્ણાટક તથા આંધ્ર પ્રદેશમાં કોરોનાની સ્થિતિ અંગે ચિંતા દર્શાવી, કહ્યું – મૃત્યુદર ઓછો થાય તે માટે પગલા ભરવામાં આવે.
ચીની આર્મીએ અરુણાચલ પ્રદેશના જંગલમાં શિકાર કરવા ગયેલા 5 ભારતીયોનું અપહરણ કર્યું.
રેલવે 12 મીથી 40 નવી સ્પેશિયલ ટ્રેન દોડાવશે, 10મીથી ટિકિટ મળશે; 1.40 લાખ પદો પર ભરતી માટે 15 ડિસેમ્બરથી પરીક્ષા શરૂ થશે.
ગ્વાદર પોર્ટ પર ચીન નેવલ બેઝ બનાવાતો હોવાની સંભાવના, કચ્છ-ગુજરાતને સૌથી મોટું જોખમ.
ગલવાન અથડામણના 80 દિવસ પછી બેઠક : ચીન LAC પર યથાસ્થિતિમાં એકતરફી પરિવર્તનના પ્રયાસ ન કરે, અમે આ બિલકુલ સાંખી લઇશું નહીં : રાજનાથ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું – ચીન – ભારત વચ્ચે અત્યંત ખરાબ સ્થિતિ, અમે મદદ માટે તૈયાર, બંને દેશ સાથે આ મામલે વાત કરીશું.