Rakhewal | 06-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

મજાદર હાઇવે ઉપર ટ્રક નીચે એક્ટિવા ઘુસી જતાં એકનું કરુણ મોત : એકને ગંભીર ઇજા, અમદાવાદમાં મજુરી કરતા બન્ને યુવકો એકટીવા ઉપર વતન રાજસ્થાન જઈ રહ્યા હતા.

ધાનેરાના ફતેપુરા નજીક ત્રિપલ અકસ્માતમાં એકનું મોત, બે બાઇક વચ્ચે ટ્રક આવી જતા જીઈબી કર્મચારીનું મોત.

ડીસાના હત્યારા સીએ લલિત માળીને લાખણી સિવિલ કોર્ટમાં રજૂ કરાયો, પોલીસે સાત દિવસના રિમાન્ડ માગ્યા, કોર્ટે છ દિવસના મંજૂર કર્યા.

દાંતાથી હડાદ રોડ પર દલપુરા પાસે જીપ ઝાડ સાથે અથડાઈ, ઓવરલોડ ભરેલ જીપમાં ૧૨ થી વધુ પેસેન્જરોને નાની મોટી ઇજા પહોંચી.

થરા-તાણા રોડ પર શાકભાજીના વેપારી પર જીવલેણ હુમલો કરી લૂંટ ચલાવાઈ.

ડીસામાં ગાંધી ચોકથી રિસાલા બજારને જોડતો મુખ્ય માર્ગ પહોળો કરવાની વેપારીઓની માંગ, ડીસા કરીયાણા મરચન્ટ એસોસિએશન દ્વારા નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

ધાનેરામાં ભારત બંધના એલાનને પગલે ખેડૂત આગેવાનોની પોલીસ દ્વારા અટકાયત કરાઈ.

ડીસાના જુના બસ સ્ટેન્ડ પાસે પાણીની રેલમછેલ, કંટાળેલા લોકોએ હંગામો મચાવતા કોન્ટ્રાક્ટર સાથે ઘર્ષણ.

પાલનપુરમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય લઇ મકાન ના બનાવનાર ૨૦૦ લાભાર્થીઓને પાલિકા દ્વારા નોટિસ અપાઈ.

વાતમ જુના ગામે જુગાર રમતા ૫ ઈસમો ઝડપાયા, પોલીસે વધુ તપાસ હાથ ધરી.

છાપી પોલીસે મોટર સાયકલની ચોરીનો ભેદ ઉકેલ્યો, આરોપીને છેક મુંબઈથી દબોચી લીધો.

ધાનેરાના વેપારીને સ્વીટ્ઝરલેન્ડની એન્ટીક પીસના વેચાણમાં રોકાણ કરવાનું કહીને 4 ભેજાબાજોએ રૂ.1.48 કરોડ પડાવ્યા.

રાજ્યની છ મહાનગરપાલિકામાં OBC, SC અને ST કેટેગરીમાં જીતેલા ઉમેદવારને મેયરપદ મળવાની શક્યતા.

ગીર સોમનાથ જીલ્‍લાના કોડીનાર બાયપાસ હાઇવે પર ખેડુતોએ ચકકાજામ કર્યો, પોલીસે 25 થી વઘુ ખેડુતોની અટકાયત કરી.

કોંગ્રેસમાં ટિકિટ નહીં મળતાં અમદાવાદ જિલ્લાના NSUIના 700થી વધુ કાર્યકરોએ રાજીનામાં ધરી દીધાં, ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલા વિરુદ્ધ સૂત્રોચ્ચાર.

7મીએ ગાંધીનગર ખાતે ભાજપનું 66 સભ્યોનું પ્રતિનિધિ મંડળ 13 વોર્ડના ઉમેદવારોના ભાવીનો ફેંસલો કરશે, મેરીટ મુજબ પસંદગીને પ્રાથમિકતા.

ધોરણ 10ની બોર્ડની પરીક્ષાના ફોર્મ તથા ફી બોર્ડની વેબસાઈટ પર પાંચમી માર્ચ 2021 સુધી ઓનલાઈન ભરી શકાશે.

ખેડૂતોનો ચક્કાજામ : પંજાબથી હરિયાણા અને રાજસ્થાન સુધી હાઈવે પર ગાડીઓ રોકી, દિલ્હીમાં સાવચેતીના પગલારૂપે 10 મેટ્રો સ્ટેશન બંધ કરાયાં.

દેશમાં કોરોના ટેસ્ટિંગનો આંકડો 20 કરોડને પાર; સ્વાસ્થ્યમંત્રીએ કહ્યું- માર્ચમાં 50 વર્ષથી ઉપરના લોકોને વેક્સિન લગાવાશે.

આર્ટિકલ 370 હટાવ્યાને 18 મહિના પછી કાશ્મીરમાં 4G ઇન્ટરનેટ સર્વિસ શરૂ, ઉમર અબ્દુલ્લાએ કહ્યું- 4G મુબારક.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.