Rakhewal | 05-01-2021 Headlines

https://youtu.be/LcUGp5SeBug
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/

ડીસા સહિત જિલ્લાભરમાં ભર શિયાળે અષાઢી માહોલ સર્જાતા હીલ સ્ટેશન જેવા દ્રશ્યો, ગાઢ ધુમ્મસ છવાતા પ્રજાજનો ભારે મુશ્કેલીમાં મુકાયા.

ડીસામાં દંપતી બહાર જતા બંધ મકાનમાં તસ્કરોનો હાથફેરો, દાગીના સહિત લાખોના મુદામાલની ચોરી.

બનાસકાંઠા જિલ્લામાં ૫ લાખ લોકોને વેક્સિન આપવા માટેનો તખ્તો તૈયાર.

પાલનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પેરોલ ફર્લો સ્કોર્ડે વચ્ચગાળાના જામીન રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડ્યો.

ડીસામાં બાઇક ઉઠાંતરીનો સિલસિલો યથાવત, બે દિવસમાં ત્રણ બાઇકની ચોરી થતા ફફડાટ

થરાદની ભરબજારમાં બે વેપારી ભાઇ બાખડ્યા, એકને ઇજા થતાં સારવાર અર્થે સરકારી હોસ્પીટલમાં ખસેડાયો.

મોડાસા હાઇવે ઉપર ત્રિપલ અકસ્માત, કન્ટેનર પલટી ખાતા રીક્ષાનો ભુક્કો, કારને પણ નુકશાન, જાનહાની ટળી.

વાહન ચાલકો માટે રાહતના સમાચાર, ડ્રાઇવિંગ લાયસન્સની મુદતમાં ૩૧ માર્ચ ૨૦૨૧ સુધી મુદતમાં કરાયો વધારો.

અમદાવાદમાં સાબરમતી આશ્રમ 10 મહિના બાદ મુલાકાતીઓ માટે ખોલવામાં આવ્યો.

પતંગ ઉદ્યોગમાં 50 ટકાનું નુકસાન, 4 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતાં ખંભાતનાં પતંગબજારોમાં કોરોનાનું ગ્રહણ.

રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં ઠંડીમાં વધારો થવાની આગાહી, કેટલાક વિસ્તારોમાં માવઠું થવાથી કેરીના પાકને મોટે પાયે નુકસાનની ભીતિ.

ગુજરાત સરકાર પણ ‘લવ-જેહાદ’ મામલે ગંભીર, ધર્મપરિવર્તનના કાયદામાં સુધારો કરવો કે નવો કાયદો લાવવાની તૈયારીઓ શરૂ.

દેશનાં અનેક રાજ્યો પક્ષીઓની મહામારી બર્ડ ફ્લૂની ઝપેટમાં : અત્યારસુધીમાં 84,775 પક્ષીનાં મૃત્યુ, 4 રાજ્યમાં વાઇરસની પુષ્ટિ, 2 રાજ્યનાં સેમ્પલ તપાસ માટે મોકલવામાં આવ્યાં.

નાસિકમાં શાળાઓ ખોલતાની સાથે જ શિક્ષકો સહિત ૭૨ કોરોનાની ઝપેટમાં, હજારો વિદ્યાર્થીઓમાં સંક્રમણનો ખતરો.

ઉત્તરપ્રદેશમાં 224 નિવૃત અધિકારીઓએ કાયદાનું સમર્થન કર્યું, કહ્યું – મુખ્યમંત્રી યોગીને બંધારણની શીખ આપવી તે અયોગ્ય.

12 વર્ષથી નાના બાળકો પર ટ્રાયલ થશે, ભારત બાયોટેકને મંજૂરી મળી; 30 કરોડ કોરોના વૉરિયર્સ અને વૃદ્ધોને જ પ્રથમ તબક્કામાં રસી અપાશે.

વડાપ્રધાન મોદીના ડ્રીમ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટની સશરત મંજૂરી, કહ્યું- પુરાતત્ત્વ સંરક્ષણ સમિતિની સહમતી જરૂરી.

યુકેમાં માર્ચ સુધી 7 સપ્તાહનું લોકડાઉન, ફેબ્રુઆરી મધ્ય સુધી સ્કૂલો બંધ; ન્યૂયોર્કમાં નવા સ્ટ્રેનનો પહેલો કેસ.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.