Rakhewal | 04-02-2021 Headlines

Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
પાલનપુર, ડીસા અને ભાભર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટે ૯ જેટલાં નોડલ ઓફિસરોની નિમણુંક કરાઇ.

ડીસા બેકરી કુવા વિસ્તારમાં ગટરની સાફસફાઈનો અભાવ : સ્થાનિકો દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની આપી ચિમકી.

બનાસકાંઠા જિલ્લાના માહી અને થરાદમાં ઘીમાં ભેળસેળ મામલે નિવાસી કલેકટરે ૯.૫૦ લાખનો દંડ ફટકાર્યો.

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત, ચારડા ગામની સીમમાં પડ્યું ૨૦ ફૂટનું ગાબડું,

ચંડીસર ગામે સરકારી જમીનમાં બિનઅધિકૃત બાંધકામ કરી સરકારી જમીન પર કબજો, લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ ગઢ પોલીસ મથકે ફરિયાદ.

વડગામના મગરવાડા ગામે ઉઘરાણી કરનાર ઈસમને જાનથી મારી નાખવાની ધમકી આપતા ત્રણ વિરુદ્ધ ફરિયાદ.

ગ્રામ્ય વિસ્તારોમાં ગામતળ અને પ્લોટ હરાજી કરવાની પરવાનગી આપવાની માંગ સાથે પાલનપુર તાલુકા સરપંચ એસોસિએશનનું આવેદનપત્ર.

મહેસાણાના ભાંડુ ગામ પાસેથી એટીએસ અને મહેસાણા એસઓજીના સંયુક્ત ઓપરેશનમાં ૩૯ ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયુ, બે શખ્સની ધરપકડ.

રાજ્ય સરકારનો મહત્વનો ર્નિણય : ૮ ફેબ્રુઆરીથી કોલેજમાં પ્રથમ વર્ષના વર્ગો શરૂ કરાશે, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું રહેશે, હોસ્ટેલના એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓ સાથે નહીં રહી શકે.

ગુજરાતમાં રાજ્યસભાની બે બેઠકોની 1 માર્ચે ચૂંટણી, અહેમદ પટેલ-અભય ભારદ્વાજના નિધનથી બે બેઠક ખાલી પડી હતી.

ગુજરાત બોર્ડની ધો.10 અને 12ની પરીક્ષા 10મેથી શરૂ થશે. કાર્યક્રમ જાહેર કરાયો.

કચ્છમાં ફરી ભૂકંપના આંચકા, દુધઈ અને ભચાઉમાં 3 ની તીવ્રતાના આંચકા અનુભવાયા.

બજેટ બાદ ગૃહિણીને મોટો ઝટકો, એક ઝાટકે LPG સિલિન્ડરના ભાવમાં 25 રૂપિયાનો વધારો.

જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાનની નાપાક હરકત, ફાયરીંગમાં ભારતીય સેનાના એક જવાન શહીદ.

શેરબજારમાં પ્રથમ વખત માર્કેટ કેપ ૨૦૦ લાખ કરોડ રૂપિયાને વટાવી ગઈ, સેન્સેક્સ ૧૦૮ અંક વધી ૫૦,૩૦૦ને પાર.

કેનેડા પાસે વેક્સિનનો ઓવર સ્ટોક હશે;જર્મનીમાં કોરોના ટેસ્ટ માટે ડોગ સ્ક્વોડને ટ્રેનિંગ અપાઈ.

કૃષિ કાયદાના સમર્થનમાં આવ્યું અમેરિકા, કહ્યું-તેનાથી દુનિયામાં ભારતીય બજારનો પ્રભાવ વધશે.

ભારતે સંરક્ષણ બજેટમાં સામાન્ય વધારો કર્યો તો ચીને મજાક ઉડાવી- આ રીતે અમારી સામે લડશો?.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.