Rakhewal | 02-12-2020 Headlines

https://youtu.be/ImTw6FPl1qk
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
પાલનપુર-આબુ હાઇવે પર ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદી બાઇક અને કાર સાથે ટકરાઈ, ત્રણ પિતરાઈ ભાઈઓનાં મોત.

કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા ડીસામાં મામલતદાર અને નગરપાલિકા દ્વારા માસ્ક ઝુંબેશ.

કોરોના સામે તકેદારીના ભાગરૂપે ડીસા પાલિકા દ્વારા શાકભાજીના ફેરિયાઓને શપથ લેવડાવ્યા.

વડગામ કોર્ટે ચેક રિટર્ન કેસમાં છ માસની સજા ફટકારી, આરોપીને વળતર પેટે ૧૧ લાખ ચૂકવવાનો પણ આદેશ.

ભાભર માર્કેટયાર્ડની દશ બેઠકો માટે ૨૪ ઉમેદવારો વચ્ચે મતદાન યોજાયું.

થરાદ બસસ્ટેશનમાં ખાનગી વાહનોનો ખડકલો : ‘નોપાર્કિંગ ઝોન’નું સુરસુરીયું, ડેપોની અંદર ખાનગી વાહનો પાર્ક કરવા છતાં પણ સત્તાવાળાઓ મૌન.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચે ગુજરાતમાં ૨૨ ભારે વાહનો ચોરી કરનાર ચાર આરોપીની કરી ધરપકડ, ૮ ભારે વાહનો કબ્જે કરી ૨૨ ગુનાનો ભેદ ઉકેલાયો.

દિલ્હીના ખેડૂત આંદોલનને ગુજરાત કોંગ્રેસ આપશે સમર્થન, ૪થી ડિસેમ્બરના રોજ ગુજરાતના તમામ જિલ્લા મથકે કોંગ્રેસ કરશે ધરણા.

ધોરણ ૯-૧૦ નો સુધારેલો અભ્યાસક્રમ જાહેર, ૩૦ ટકા અભ્યાસક્રમ બાદ કરી ૭૦ ટકા અભ્યાસક્રમ કર્યો જાહેર.

માસ્ક વગર ફરનારા સામે હાઇકોર્ટ નારાજ, કહ્યું-માસ્ક ન પહેરનારા લોકોએ 5થી 15 દિવસ કોરોના સેન્ટરમાં સેવા કરવી પડશે, માત્ર દંડ પુરતો નથી.

ગુજરાતના ત્રણ જિલ્લામાં કોરોનાથી 79.25 ટકા દર્દીનાં મૃત્યુ થયાં, અમદાવાદમાં સૌથી વધુ મૃત્યુદર 4.13 ટકા.

3500 કરોડના અમદાવાદ–ધોલેરા એક્સપ્રેસ હાઇવેનું કામ ટૂંકમાં જ શરૂ થશે, 24 મહિનામાં પૂર્ણ કરાશે.

તાલાલા ગીરમાં એક મિનીટમાં ભૂકંપના બે આંચકા અનુભવાયા, એકની તીવ્રતા 2.8 અને બીજાની 1.8 તીવ્રતા નોંધાઈ.

ખેડૂત આંદોલનનો 7મો દિવસ : ખેડૂતોને મનાવવામાં નિષ્ફળ રહેલા મંત્રીઓની શાહના ઘરે બેઠક કરી,પોલીસે દિલ્હી-નોઈડા બોર્ડર બંધ કરી.

ડિસેમ્બરમાં હવામાનનો ટ્રેન્ડ બદલાયો : ઉત્તર ભારતમાં ઠંડી ઓછી થઈ, એક સપ્તાહ સુધી કોલ્ડવેવના અણસાર નથી.

અમેરિકાની હોસ્પિટલોમાં 1 લાખ કરતાં વધારે દર્દી, એક દિવસમાં રેકોર્ડ બ્રેક 2600 લોકોનાં મોત; તુર્કીમાં એક દિવસમાં 190 નાં મોત.

દુનિયાની પહેલી કોરોના વેક્સિનને મંજૂરી; બ્રિટને ફાઇઝરને અપ્રૂવલ આપી, આવતા સપ્તાહમાં લોકોને આપવાની શરૂઆત થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.