Headlines 25-07-2020 | Rakhewal

https://youtu.be/i0tB3pmjQ4g
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

બનાસકાંઠામાં કોરોના વિસ્ફોટ, નવા ૨૯ પોઝિટિવ કેસ નોધાયા : ડીસામાં ૦૬, ભાભરમાં ૦૩, દિયોદરમાં ૦૩, વાવમાં ૦૭, થરાદમાં ૦૭, કાંકરેજમાં ૦૨, સુઇગામમાં ૦૧ કેસ સામે આવ્યા

ડીસામાં કોરોનાએ વધુ એક આધેડનો ભોગ લીધો : ડીસામાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ૨૧૬ કેસ નોંધાયા, કુલ મૃત્યુ આંક ૧૬ એ પહોંચ્યો.

કાંકરેજ તાલુકાની રાજપુર હાઇસ્કુલના શિક્ષકને કોરોના ભરખી ગયો, પત્નિ સારવાર હેઠળ.

બનાસકાંઠામાં લાંબા વિરામ બાદ વરસાદનું આગમન : દાંતીવાડા અને પાંથાવાડા બાદ ડીસા પંથકમાં પણ પવન સાથે વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી,નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા.

પોલીસના માનસિક ત્રાસ અને ધમકીઓથી કંટાળીને દિયોદરના વાતમ(નવા)ગામના યુવાને આત્મવિલોપનની ચીમકી આપી : ગંભીર અકસ્માતમાં ઘાયલ થયેલ યુવાન ઘરે પથારીમાં પડ્યો હોવા છતાં પોલીસે દારૂના કેસમાં ભાગેડુ બતાવ્યો.

અસહ્ય બફારા બાદ ઉના અને કોડીનારમાં ધીમી ધારે વરસાદ જ્યારે ગોંડલ, વીરપુર અને જસદણમાં ધોધમાર વરસાદ : આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા.

અમદાવાદના શાહીબાગ તેમજ કાલુપુર સ્વામિનારાયણ મંદિરના સંતો સહિત અનેક મંદિર, દેરાસરમાં કોરોનાના ટેસ્ટ શરૂ.

ગુજરાતને ફરી ભાજપનું મોડેલ સ્ટેટ બનાવવા સી.આર પાટીલને છુટોદોર, જુના નેતાઓને ફરી સંગઠનમાં સ્થાન આપશે.

આજથી સોમનાથ મંદિરમાં પાસ સિસ્ટમ શરૂ, વેરાવળ સિવાયના લોકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજીયાત.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ કોરોના પોઝિટિવ, સંક્રમિત થયેલા દેશના પ્રથમ મુખ્યમંત્રી.

રાજસ્થાનના રાજકીય ડ્રામાને આજે 16 મો દિવસ : કોંગ્રેસ ધારાસભ્ય પક્ષની બેઠક શરૂ, ગેહલોતે રાજ્યપાલને મળવા માટે ફરી સમય માગ્યો, વિધાનસભા સત્ર માટે નવો પ્રસ્તાવ સોંપશે.

રામ મંદિર નિર્માણ માટે પટનાનું મહાવીર ટ્રસ્ટ દર વર્ષે 2 કરોડ રૂપિયા દાન કરશે.

કોરોના નેગેટિવ શ્રદ્ધાળુ માટે ચારધામ અનલૉક, 72 કલાક પહેલાં કોરોનાનો ટેસ્ટ કરાવી રિપોર્ટ અપલોડ કરવાથી બુકિંગ થશે.

એઇમ્સમાં ભારતમાં નિર્મિત કોરોના રસીની ટ્રાયલ શરૂ, 30 વર્ષના યુવકને 0.5 મિલીનો પ્રથમ ડોઝ અપાયો.

બ્રિટનમાં પહેલી વાર ભારતીય મૂળના લોકોની વસતી ગણતરી અલગથી થશે, ત્યાંની કુલ વસતીમાં તેમની અંદાજે 3% હિસ્સેદારી.

ચીનના સૌથી મોટા પરમાણુ સેન્ટરમાં 90 વિજ્ઞાનીનાં રાજીનામાં, સરકાર પર દબાણ લાવવા, સુવિધા ન આપવાનો આરોપ મૂક્યો.

રશિયાએ સેટેલાઈટ મિસાઈલ ટેસ્ટ કર્યો, અલ્માઝ અને પોલસ એવાં રશિયાના બે ટોપ સિક્રેટ મિશન નવા સ્વરૂપે હજુ પણ કાર્યરત.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.