Headlines 11-08-2020 | Rakhewal

https://youtu.be/8x_2FBHm6lk
Rakhewal Plus

#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal

Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily

કોરોના ઇફેક્ટ ! જન્માષ્ટમીની ઉજવણીના મોટા કાર્યક્રમો બંધ : આવતીકાલે જિલ્લાભરમાં જન્માષ્ટમી પર્વની સાદગી પૂર્વક ઉજવણી કરાશે.

ડીસાની ચામુંડા સોસાયટીમાંથી યુવકનું અપરહણ, યુવકને છોડાવવા ૫૦ લાખની માંગ કરી

થરાદમાં ત્રણ શખસો દ્વારા પત્રકાર પર હુમલો કરાતાં ચકચાર : અખબારમાં સમાચાર છાપ્યાની અદાવતમાં હુમલો કરાયો.

થરાદના લુવાણા(ક)ની એસબીઆઇ બેંકમાં સ્ટાફની મનમાનીથી ગ્રાહકોમાં રોષ : બેંકમાં દલાલો દ્વારા રોકડી પછી જ કામ થવાના આક્ષેપથી ખળભળાટ.

ડીસા તાલુકાના મોટી ઘરનાળમાં દિશા સુચક બોર્ડને લઈ અવઢવ : ખોટી જગ્યાએ બોર્ડ ઉભુ કરાયું હોવાનો આક્ષેપ.

મહિલા આરોગ્ય દિવસે પાલનપુર મહિલા શક્તિ કેન્દ્ર દ્વારા સ્વાસ્થ્યને લગતી બિમારી સામે સંઘર્ષ કરેલ બે બહેનોનું સન્માન કરાયું.

સીસીધારકો અન્ય બેંકમાં ખાતુ ખોલાવી નહિ શકે : અન્ય બેંકમાં વેપારીનું કરન્ટ ખાતું હશે તો ખાતેદારે ફરજિયાત બંધ કરાવવું પડશે : આરબીઆઇની આ જોગવાઇ વેપારીઓ અને ઉધોગકારોની મુશ્કેલી વધારશે.

૧૫ ઓગસ્ટના રોજ અમેરિકામાં નવા ઇતિહાસનું સર્જન થશે : ન્યુયોર્ક ટાઈમ્સ સ્કવેર ઉપર ત્રિરંગો લહેરાશે : ફેડરેશન ઓફ ઇન્ડિયન એસોસિએશનની ઘોષણા.

2 લાખ લોકોને રોજીરોટી પૂરી પાડતો રાજકોટનો લોકમેળો આ વર્ષે બંધ, એક રાઈડ્સ ચાલકને રૂ. 30 થી 40 લાખનું નુકસાન.

આજે રાજ્યના 68 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં પોણા ત્રણ ઈંચ વરસાદ.

રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ કોરોનાની એન્ટ્રી, એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ.

ગુજરાતમાં IPS બાદ હવે મોટાપાયે IAS ની બદલીઓની તૈયારી, 15 ઓગસ્ટ બાદ ફેરબદલ થવાની શક્યતા.

કોરોનાએ વસતી ગણતરી એક વર્ષ પાછળ ઠેલી, વર્ષ 2021 માં આવવાવાળા વસ્તી ગણતરીના આંકડા 2022 માં આવશે.

રાજસ્થાન કોંગ્રેસમાં પાયલટની ઘર વાપસી : સચિને સોનિયા, રાહુલ અને પ્રિયંકાનો આભાર માન્યો, કહ્યું-પાર્ટી જવાબદારી સોંપે તો સ્વીકારવા તૈયાર.

પ્રધાનમંત્રી મોદીની મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા : કહ્યું – કોરોનાને ધીમો કરવા 72 કલાકવાળી ફોર્મ્યુલા જરૂરી, તેના થકી વધુ કેસવાળા 10 રાજ્યો પરિસ્થિતિ બદલી શકે છે.

સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો : પિતાનું મૃત્યુ થઇ ગયું હોય તો પણ દીકરીઓનો પિતાની સંપત્તિમાં સમાન હક્ક રહેશે.

નવી શિક્ષણ નીતિની જાહેરાત પછી વિરોધના સૂર, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમારસ્વામીએ કહ્યું- હિન્દીની રાજનીતિએ દક્ષિણ ભારતીયોને વડાપ્રધાન બનતાં રોક્યા.

કેન્દ્રએ કહ્યું – જમ્મુ અને કાશ્મીરના એક-એક જિલ્લામાં ટ્રાયલ બેઝ 4G ઈન્ટરનેટ સેવા શરૂ થશે, સુપ્રીમ કોર્ટે કહ્યું- આ સારી શરૂઆત.

વિશ્વમાં કોરોનાના 2 કરોડથી વધુ દર્દી : પેરિસમાં જાહેર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત, દક્ષિણ અમેરિકન દેશ ચિલીમાં 10 હજાર મોત.

વિશ્વની સૌથી પહેલી કોરોના વેક્સિન બની ગઇ, રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કહ્યું- અમે વેક્સિન રજીસ્ટર્ડ કરાવી, સૌથી પહેલા દીકરીને આપી.

મોરેશિયસના દરિયા કિનારે જહાજમાંથી લીક થયેલું એક હજાર ટન ઓઈલ સમુદ્ર કિનારે ફેલાયું, પર્યટન પ્રભાવિત થશે, ઈમરજન્સી જાહેર.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ પ્રેસ કોન્ફરન્સ કરતા હતા ત્યારે જ વ્હાઈટ હાઉસ બહાર ગોળીબાર થયો, તેમને થોડીવાર માટે સુરક્ષીત જગ્યાએ લઈ જવાયા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.