Headlines 10-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
ડીસા – ધાનેરા રોડ પર કંસારી નજીક ગમખ્વાર અકસ્માત, બે ટ્રક ધડાકાભેર ટકરાયા બાદ આગમાં લપેટાઈ, એક ટ્રક ચાલકનું મોત.
અમીરગઢના કાલીમાટી ગામ નજીક નદીના પટમાં અજાણ્યા ઈસમોએ કેમિકલ ઠાલવતા ચકચાર : ત્યાંથી પસાર થતા લોકોને કેમિકલના કારણે શરીરમાં બળતરા થતા અમીરગઢ આરોગ્ય કેન્દ્ર ખસેડાયા : ઘટનાની જાણ થતાં જ પોલીસ અને મામલતદાર ટીમ સાથે સ્થળ પર પહોંચ્યાં.
ધાનેરામાં ભર ચોમાસે મકાનમાં આગ લાગતા દોડધામ : આગ લાગવાનું રહસ્ય અકબંધ, સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરતા આગ કાબુમાં લેવાઈ.
બનાસકાંઠામાં સાર્વત્રિક મેઘમહેર, જિલ્લાના ૧૪ માંથી ૧૩ તાલુકામાં મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતોના પાકને જીવતદાન, સૌથી વધુ વડગામમાં ૮૩ મિમી વરસાદ નોધાયો.
દાંતીવાડા ડેમમાં નવા નીરની આવક શરૂ થતાં સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ છવાયો.
૧૩મી ઓગસ્ટે બંગાળની ખાડીમાં લો પ્રેશરના લીધે ગુજરાતમાં સારો વરસાદ પડવાની શક્યતા : ઉત્તર ગુજરાતમાં ૧૩મી ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડવાની આગાહી.
કોરોના વાઇરસની મહામારીના કહેર વચ્ચે ડીસા સહિત જિલ્લાભરમાં ત્રીજા સોમવારે પણ શિવભક્તોમાં અનેરો ઉત્સાહ.
પાલનપુર હાઇવે પર વરસાદી પાણી ભરાતાં ટ્રાફીકજામ, વાહનોની લાંબી કતારો લાગી.
ખેડૂતને 60 ટકાથી વધારે નુકસાન હશે તો હેક્ટર દીઠ 25 હજારની સહાય, રાજ્ય સરકારે કિસાન સહાય યોજના જાહેર કરી.
ગુજરાત યુનિવર્સિટીની 21 ઓગસ્ટે લેવાનારી પરીક્ષા મોકૂફ, નવી તારીખ હવે પછી જાહેર થશે.
વેરાવળમાં શ્રાવણ માસના ત્રીજા સોમવારે સોમનાથ મહાદેવને પુષ્પો અને બિલિપત્રનો અલૌકિક શૃંગાર, મંદિરમાં ભાવિકોની પાંખી હાજરી.
રાજ્યમાં કાલથી માસ્ક વગર દેખાશો તો 500 નહીં 1 હજારનો ચાંલ્લો : હાઈકોર્ટના હુકમ બાદ મુખ્યમંત્રીએ દંડ વધાર્યો.
દક્ષિણ ગુજરાતના 28 તાલુકામાં વરસાદ, સૌથી વધુ ઉમરપાડામાં 2.5, સોનગઢમાં 2 ઈંચ વરસાદ.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના સંક્રમિત, પોતાના સંપર્કમાં આવેલા લોકોને તુરંત ટેસ્ટ કરાવવા કહ્યું.
મુંબઈમાં 1000 કરોડનું ડ્રગ્સ મળ્યું : ડ્રગ્ઝ તસ્કરોની નવી કરામત ; PVC પાઈપને પેઈન્ટ કરીને વાંસ જેવો દેખાવ આપ્યો અને અંદર ડ્રગ્ઝ ભર્યું.
રાજસ્થાનનું રાજકારણ : બસપા ધારાસભ્યોના કોંગ્રેસમાં જોડાવવાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી, ભાજપના ધારાસભ્યએ વોટિંગ રાઈટ્સ પર સ્ટેની અપીલ કરી.
આંદોમાન-નિકોબારમાં પણ હાઈસ્પીડ ઈન્ટરનેટ : મોદીએ કહ્યું- 2300 કિમીના નેટવર્કથી લોકોને સસ્તી અને ઝડપી ઈન્ટરનેટ સેવા મળશે; ગ્રેટ નિકોબારમાં 10 હજાર કરોડ રૂપિયાના ખર્ચના પોર્ટનો પ્રસ્તાવ.
કોરોનાના કારણે ભારતે સિંધુ જળ આયોગની ઓનલાઇન બેઠકનો પ્રસ્તાવ મૂક્યો; પાકિસ્તાન અટારી બોર્ડર પર બેઠક માટે મક્કમ.
નેપાળના વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ કહ્યું – બુદ્ધ નેપાળમાં જન્મ્યા હતા, અમે નેપાળમાં રામમંદિર બનાવીશું.
Tags Ahmedabad Aravalli Banaskantha Bhavnagar corona Deesa Gujarat india Lockdown lokdaun mahesana mehsana modi Mumbai national New Delhi Palanpur patan radhanpur Rakhewal rakhewaldaily rakhewalnews rakhewalnewspepar rakhewalplus rashibhavishy sabarkantha sabrkantha Siddhpur sports Surat The film world vaav vadgam Vadodara vav