Headlines 08-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
બનાસકાંઠામાં કોરોનાના વધુ ૫ પોઝિટિવ કેસ નોંધાયા : ડીસામાં ૨, પાલનપુરમાં ૨ અને વડગામમાં ૧ કેસ ; ૧૮૦ નેગેટીવ કેસ નોંધાયા.
જુનાડીસા ખાતે શ્રાવણીયો જુગાર રમતા સાત ઝડપાયા : પોલીસે રોકડ, મોબાઈલ અને વાહન સહિત ૨, ૯૮, ૭૭૦ નો મુદામાલ જપ્ત કર્યો.
લાખણીના કોટડા ગામમાં ઘરફોડ ચોરી કરનારા બે ઈસમો ઝડપાયા : વૃદ્ધ મહિલાની એકલતાનો લાભ લઇ ચોરીને અંજામ આપ્યો હતો.
ડીસામાં મોડી રાત્રે ગટરના નાળામાં તણાયેલ યુવકનું મોત : વહેલી સવારે લાશ બનાસ નદીના પટ નજીકથી મળી આવતા અરેરાટી.
કોરોના મહામારી વચ્ચે બટાકાના ભાવમાં તેજીનો માહોલ : ચાર વર્ષ બાદ તેજી આવતા ખેડૂતો – વેપારીઓમાં ખુશાલી.
થરાદના પાવડાસણ ગામે વીજળી પડતા એક ગાયનું મોત, એક કિશોરીનો આબાદ બચાવ થયો.
સિધ્ધપુરમાં ડીસાના આશાસ્પદ યુવકનો મૃતદેહ મળી આવતાં ચકચાર.
ડીસા ભીલડી હાઈવે પર રખડતાં પશુઓનો ત્રાસ વધ્યો, વાઘપુરા પાટિયા નજીક અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા બે પશુઓનો મોત.
ગુજરાત-રાજસ્થાન સરહદે પાકિસ્તાનના ઘૂસણખોરને BSF એ ઠાર માર્યો, પહેલીવાર આ બોર્ડરે ઘૂસણખોરીનો પ્રયાસ.
300 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર જગત જનની મા અંબાના ધામ અંબાજીમાં પરંપરાગત ભાતીગળ ભાદરવી પૂનમનો મેળો બંધ રહેશે.
કોઈપણ પ્રકારના ફંડ-ફાળા વિના દુબઈમાં પણ જલારામ બાપાનું ભવ્ય મંદિર બનશે, દુબઈ સરકારે મંજૂરી આપી.
વાપી GIDCની કેમિકલ કંપનીમાં લાગેલી ભીષણ આગ કાબૂમાં, ડ્રમમાં બ્લાસ્ટ થતા ભયનો માહોલ.
રાજ્યમાં સતત મેઘમહેર વચ્ચે ગુરુવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડ્યો જ્યારે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા ઝાપટાં પડ્યાં.
દેશમાં છેલ્લા 24 કલાકમાં 61 હજારથી વધુ દર્દી, કોરોના 20 લાખને પાર ; રાજસ્થાનમાં સંક્રમિતોની સંખ્યા 50 હજારની પાર.
સુશાંત આત્મહત્યા કેસમાં ED દ્વારા રિયા ચક્રવર્તીની સાડા આઠ કલાક પૂછપરછ, બિહાર પોલીસે સુપ્રીમમાં કહ્યું- રિયાએ સુશાંતની બીમારીનું ખોટું ચિત્ર રજૂ કર્યું.
કેરળના કરિપુર એરપોર્ટ પર વિમાન રનવેથી 35 ફૂટ ઊંડી ખાઈમાં પડ્યા પછી દિવાલ સાથે અથડાયું, 2 ટુકડા થઈ ગયા ; દુર્ઘટનામાં માર્યા ગયેલા 21 પેસેન્જરમાંથી એક કોરોના પોઝિટિવ હતો ; મૃતકોના પરિવારજનોને 10-10 લાખ કેન્દ્ર સરકાર અને આટલી જ રકમ કેરળ સરકાર પણ આપશે.
બાંગ્લાદેશમાં ચીનની 500 કંપનીઓ બિઝનેસ કરી રહી છે, ચાઈના ઇન્વેસ્ટમેન્ટના ચેરમેને કહ્યું, રોકાણ માટે બાંગ્લાદેશ સૌથી શ્રેષ્ઠ.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યું, વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનમાં ચીનની એન્ટ્રી અત્યાર સુધીની સૌથી ખરાબ ડીલ, ચીને નિયમોનું કર્યું ઉલ્લંઘન.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું – હવે અમેરિકા આત્મનિર્ભર બનશે, બીજા દેશો પાસેથી દવા નહીં મંગાવે.