Headlines 05-08-2020 | Rakhewal
#રખેવાળ #રખેવાળદૈનિક #rakhewaldaily #rakhewalnews #rakhewalplus #rakhewal
Rakhewal daily’s new edition for the readers of the North Gujarat to have their region’s news first and with convenience if themselves. Because smartphones are easily available to everyone and so we have decided to take a step in that direction.
WhatsApp news: 9427016764
YouTube: http://www.youtube.com/c/RAKHEWALDAILYYT
Instagram: https://www.instagram.com/rakhewaldaily/
FaceBook: https://www.facebook.com/Rakhewal/
Twitter: https://twitter.com/rakhewal_daily
રામમંદિરના ભૂમિ પૂજનને લઈ ડીસા શહેરમાં દિવાળી જેવો માહોલ : ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી લોકોએ એક બીજાને અભિનંદન પાઠવ્યા, જૈન સમાજ ડીસા દ્વારા નગરજનોને પ્રસાદ રૂપે ગોળના રવાનું વિતરણ.
બનાસકાંઠામાં વધુ પાંચ પોઝિટિવ કેસ : ધાનેરા અને થરાદમાં એક એક કેસ નોંધાયા, ડીસામાં કોરોનાને બ્રેક લાગતા હાશકારો.
અયોધ્યા ખાતે રામ મંદિરના ભૂમિ પૂજનની શુભ ઘડીએ ધાનેરા શહેર રામનાદ અને આતિશબાજીથી ગુંજી ઉઠ્યું.
થરાદના ડુવા ગામે શ્રીરામ ભક્તો દ્વારા જય શ્રીરામના નારા સાથે ગામને ફરતે પરિક્રમા કરાઈ.
કોવિડ-૧૯ ની ગાઇડલાઇન સાથે પાલનપુર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરાશે : ૧૫મી ઓગષ્ટની ઉજવણી અંગે પાલનપુર ખાતે કલેકટર સંદીપ સાગલેના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ.
આવતીકાલે પાલનપુર તાલુકાના સાગ્રોસણા મુકામે પ્રભારી મંત્રી ઇશ્વરભાઇ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વન મહોત્સવ યોજાશે.
ધાનેરા નગરપાલિકાની સામન્ય સભા યોજાઈ, ભૂગર્ભ ગટર બાબતે વોર્ડ નંબર ૬ ના રહીશોએ ઉગ્ર રજુઆત કરી.
ડીસાના બુરાલ ગામે ઉછીના પૈસા ન આપતા હુમલો ; ગામના બે વિરુદ્ધ પોલીસ ફરીયાદ.
આબુરોડમાં 6 તારીખથી 12 તારીખ સુધી કરફ્યુ, દૂધ શાકભાજી મેડિકલ અને કરિયાણા ની દુકાનો સવારે 8 થી 2 સુધી ખુલ્લી રહેશે, આબુરોડ ઉપખંડ અધિકારી ડો ગૌરવ સૈની દ્વારા આદેશ બહાર પાડવામાં આવ્યો.
કોરોના કાળમાં જ્યાં સુધી શાળાઓ શરૂ ન થાય ત્યાં સુધી ટ્યૂશન ફી સિવાય અન્ય કોઈ ફી લેવામાં ન આવે : વાલીઓ EMI થી ફી આપી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવા આદેશ, રાજ્ય સરકારને નોટિફિકેશન જાહેર કરવા જણાવાયું.
સૌરાષ્ટ્રના વેરાવળમાં ગાજવીજ સાથે 2 કલાકમાં 2 ઈંચ વરસાદ, ભાવનગર અને બોટાદ જિલ્લામાં પવન સાથે ધોધમાર વરસાદ : રાજ્યના 53 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી, સૌથી વધુ 3 ઈંચ વરસાદ આણંદના તારાપુરમાં નોંધાયો.
અયોધ્યામાં રામ મંદિરના ભૂમિપૂજનની સાથે અમદાવાદમાં ઉજવણી, નીતિન પટેલ પાલડી સ્થિત વિશ્વ હિંદુ પરિષદ કાર્યાલય વણીકર ભવન કાર્યાલયે હાજર રહ્યા.
અમરેલીમાં બપોર સુધીમાં એકસાથે 9 કેસ પોઝિટિવ, જિલ્લામાં કુલ 522 કેસ નોંધાયા, 11 મીથી 8 દિવસ હિરા ઉદ્યોગ બંધ.
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક કિયા ગામ પાસે નેશનલ હાઇવે નં-48 પર અમદાવાદથી સુરત જતી લક્ઝરી બસ પલટી, 10 મુસાફર ઇજાગ્રસ્ત, 108 ની ટીમે ફસાયેલા ડ્રાઇવરને બહાર કાઢ્યો.
492 વર્ષ પછી અયોધ્યામાં ફરીથી રામમંદિર બનવાની શરૂઆત : વડાપ્રધાન મોદીએ 31 વર્ષ જૂની 9 શિલાઓથી ભૂમિપૂજન કર્યું, મુહૂર્ત માત્ર 32 સેકન્ડનું હતું. વડાપ્રધાને કહ્યું- મારું આવવાનું સ્વાભાવિક હતું, કેમકે – રામકાજ કીન્હે બિનુ મોહિ કહાં વિશ્રામ, સદીઓનો સંકલ્પ પૂરો થયો, વડાપ્રધાન મોદીના હસ્તે ભગવાન શ્રી રામની ટપાલ ટિકિટ લોન્ચ.
રામ મંદિરના ભૂમિપૂજન પછી સંઘ પ્રમુખ મોહન ભાગવતે કહ્યું – આજે સદીઓની મનોકામના પૂરી થવાનો આનંદ છે, ભારતને આત્મનિર્ભર બનાવવાનું અનુષ્ઠાન પૂર્ણ થયું.
પાકિસ્તાને પહેલીવાર નવો નકશો રજૂ કરી જૂનાગઢને પોતાનું ગણાવ્યું, કાશ્મીર-લદાખ-સિયાચીન અને સરક્રીકને પોતાના નકશામાં દર્શાવ્યા.
વિશ્વમાં અત્યાર સુધી કોરોનાથી 1 કરોડ 84 લાખ લોકો સંક્રમિત : બ્રાઝીલમાં મૃતકોનો આંકડો 95 હજારની નજીક, બોલિવિયાના ઉર્જા મંત્રી પણ સંક્રમિત.
રામ મંદિરથી પાકિસ્તાન સ્તબધ : ઇમરાનના મંત્રીએ કહ્યુ – ભારત હવે રામ નગર બની ગયું છે ; હિન્દુવાદી દળો પ્રભુત્વ ધરાવે છે,
લેબેનોનની રાજધાની બેરુતના પોર્ટ પર ફટાકડાથી ભરેલા જહાજમાં વિસ્ફોટ, 73ના મોત, 3700 લોકોને ઈજા, 3 માળ સુધી ગાડીઓ ઉછળી, 10 કિલોમીટર સુધી અસર.
અમેરિકાની ટ્રમ્પ સરકારનો આકરો નિર્ણય: H-1B વિઝાધારકોને યુએસ ફેડરલ એજન્સીમાં હવે નોકરી નહીં મળે.
Tags Ahmedabad amadavad Banaskantha corona Deesa Gandhinagar Gujarat india Lockdown lokdaun mahesana mehsana modi Mumbai national New Delhi Palanpur patan radhanpur Rakhewal rakhewaldaily rakhewalnews rakhewalnewspepar rakhewalplus rashibhavishy sabarkantha sabrkantha Siddhpur sports Surat tharad vaav vadgam Vadodara