પર્યાવરણ દિવસે લોકોને માટી સાથે જોડવા અને વોકલ ફોર લોકલ ને વેગઆપવા માટલાઓનું વિતરણ કયુઁ.
રાજ્યસભા સાંસદ મયંકભાઈ નાયક દ્રારા વિશ્વ પર્યાવરણ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેઓએ વિશ્વ પયૉવરણ દિવસે વોકલ ફોર લોકલને વેગ આપવા માટલા ઓનું વિતરણ કરવાનો કાર્યક્રમ આયોજિત કર્યો હતો જેને સૌ રાજકીય, સામાજિક આગેવાનો સહિત પ્રબુદ્ધ નગરજનોએ સરાહનીય લેખાવ્યો હતો.
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે મયંકભાઈ નાયક દ્વારા માટીકામ સાથે જોડાયેલા કારીગરોને રોજગારી આપવાની સાથે સાથે લોકો ના આરોગ્યમાં કેવી રીતે સુધાર થાય તેનો સંદેશો અપાયો હતો. આ કાર્યક્રમમાં રાજ્યસભાના પૂર્વ સાંસદ જુગલસિંહ લોખંડવાલા,મહેસાણા ધારાસભ્ય મુકેશભાઈ પટેલ,ખેતીબેન્કના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ ચૌધરી સહિત ના રાજકીય સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.