ડીસા પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી વાહનવ્યહાર ઠપ્પ

ડીસા પાલનપુરમાં વરસાદી પાણી ભરાયા; ગ્રામજનોને અવરજવરમાં મુશ્કેલી વાહનવ્યહાર ઠપ્પ

બનાસકાંઠાના પાલનપુરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે, બેચરપુરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના કારણે  ઠેર-ઠેર ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકો પણ હેરાન થઈ ગયા છે. બેચરપુરા રોડ, અંડરગ્રાઉન્ડ નાળાથી એરોમા પુલ સુધી પાણી ભરાયા હોવાની વાત સામે આવી છે. વરસાદ વરસતા સરકારી કચેરીઓમાં પાણી ભરાયા છે, મામલતદાર કચેરીમાં 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે અને પ્રાંગણમાં આવેલું મંદિર પાણીમાં ડૂબ્યુ છે. ડિઝાસ્ટર વિભાગની કચેરીમાં પણ પાણી ભરાયા હતા.

ડીસામાં ધોધમાર વરસાદથી રસ્તાઓ બંધ ગોઢ ગામથી દાંતીવાડાનો જોડતો રસ્તો બંધ થયો છે, વોકળાનું પાણી બે કાંઠે આવતા રસ્તો બંધ થયો હોવાની વાત સામે આવી છે, પાણી રોડ પર ફરી વળતા વાહનવ્યહાર ઠપ્પ થયો છે, ચારથી પાંચ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયાનો રસ્તો બંધ અને છાત્રાલા, ગોઢ, કરજીપુરા ગામને જોડતો રોડ બંધ થયો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *