બનાસકાંઠાના થરાદમાં વરસાદી પાણી ભરાયા છે, હાઈવે પર વરસાદી પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે, વાહનચાલકો પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે, તો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, ગઈકાલે બનાસકાંઠા જિલ્લામાં પડયો હતો ભારે વરસાદ, પાલિકાની પ્રિ-મોન્સુન કામગીરી પર સવાલ ઉભા થયા છે. વહેલી સવારથી જ ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદથી રસ્તા પર પાણી વહેતા થયા છે, ખેતરોમાં પાણી ભરાતા ખેડૂતોને પણ નુકસાન થયું છે, ડીસા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે, તો બનાસકાંઠાની અનેક નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ છે, નાના ચેકડેમો પણ પાણીથી ભરાઈ ગયા છે જેના કારણે સ્થાનિકોમાં ખુશીનો માહોલ છે. બનાસકાંઠામાં ભારે વરસાદના કારણે કલેક્ટર અને SP નિવાસસ્થાન નજીક પાણી ભરાયા છે, ઢીંચણસમા પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત થયું છે,

- July 4, 2025
0
90
Less than a minute
You can share this post!
editor