વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં આઠ ઇંચ અને પાલનપુર દાંતીવાડામાં છ ઇંચ વરસાદ

વરસાદની તોફાની બેટિંગ; વડગામમાં આઠ ઇંચ અને પાલનપુર દાંતીવાડામાં છ ઇંચ વરસાદ

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાએ કહેર વર્તાવ્યો; સૌથી વધુ વરસાદ વડગામમાં 8.6 ઇંચ પાલનપુરમાં 6.1 ઇંચ અને દાંતીવાડામાં 6.0 ઇંચ વરસાદ નોંધાયો છે.

વડગામમાં આભ ફાટ્યું; વડગામમાં છેલ્લા 5 કલાકમાં 9 ઈંચ વરસાદ ખાબકયો છે, શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદના કારણે વડગામ માર્કેટયાર્ડ વિસ્તારમાં પાણી ભરાયા છે. બનાસકાંઠાના દાંતીવાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, સિઝનમાં પ્રથમવાર રાણીટૂંક ઝરણા વહેતા થયા છે અને ભાખરમાં ધાર્મિક સ્થળ પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, મહાદેવ અને મહાકાળી મંદિરમાં પાણી ભરાયા છે.

ઇકબાલગઢમાં ધોધમાર વરસાદ; વરસાદને પગલે ખેતરોમાં પાણી ભરાયા છે, ખેતરોમાં કરેલી વાવેતરને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે, ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે, ગરનાળામાં 15 ફૂટ જેટલું પાણી ભરાતા બંધ કરાયું છે. ડીસામાં વરસાદની તોફાની બેટિંગ ચાલી રહી છે, અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે અને માળીવાસ, રિજમેન્ટ વિસ્તારમાં પાણી ભરાયા છે, વરસાદી પાણી ઘરોમાં ઘૂસતા મોટું નુકસાન થયું છે, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને હાલાકી પડી રહી છે, પાણીના નિકાલની વ્યવસ્થા કરવા સ્થાનિકો તંત્ર સાથે વાતાઘાટો કરી રહ્યા છે.

બનાસકાંઠામાં આ તાલુકાની શાળાઓમાં રજા રહેશે; કલેકટર બનાસકાંઠા  વર્તમાન ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને લઈને, આજે તા. ૩ જુલાઈ ૨૦૨૫, ગુરુવારના રોજ પાલનપુર, દાંતીવાડા, વડગામ, ધાનેરા તેમજ ડીસા તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *