પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી; માર્ગો પર પાણી ફરી વળ્યા

પાટણમાં લાંબા વિરામ બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી; માર્ગો પર પાણી ફરી વળ્યા

પાટણ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. આ વર્ષની શરૂઆતમાં સમયસર વરસાદ થયો હતો. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ અને બફારો વધ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ ગઇકાલે બપોર બાદ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યાં હતાં. આ કારણે જનજીવન થોડું પ્રભાવિત થયું હતું. પાટણ શહેર ઉપરાંત રુની, કુણઘેર અને અનાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત જરૂરી હતો. આ વરસાદથી ખેતીવાડીને નવજીવન મળશે. સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *