વરસાદી ઝાપટા; મહેસાણામાં ભારે ઉકળાટ અને બફરો વચ્ચે વરસાદી ઝાપટા

વરસાદી ઝાપટા; મહેસાણામાં ભારે ઉકળાટ અને બફરો વચ્ચે વરસાદી ઝાપટા

મહેસાણામા દિવસ ભરના ઉકળાટ અને ભારે બફરા વચ્ચે સમી સાંજે ઝાપટું વરસ્યુ હતુ. શહેરમાં વરસાદી ઝાપટા પગલે ગરમીથી રાહત મળી હતી. મહેસાણા શહેર વિભાગ-બેમાં સમી સાંજે વરસાદી ઝાપટુ પડયું હતુ.બે દિવસ પૂર્વે પડેલા વરસાદ બાદ શહેરમા ભારે ઉકળાટ અને બફરો શહેરીજનો અનુભવી રહ્યા હતા. દરમિયાન રવિવાર સાંજે ઝાપટુ પડતા ગરમીથી ભારે રાહત અનુભવાઈ હતી.તો સામાન્ય ઝાપટાપગલે રોડ પર પાણી જોવા મળ્યા હતા.

મહેસાણા જિલ્લામા 24 કલાક દરમિયાન તાપમાનમા કોઈ મોટો ફેરફર જોવા મળ્યો ન હતો.જોકે વહેલી સવારે આકાશમાં વાદળો જોવા મળ્યા હતા.તો તાજેતરમા ખાબકેલા વરસાદના કારણે દિવસ દરમિયાન ઉકળાટ અને બફરો અનુભવાયો હતો.તેને કારણે તાપમાનનો પારો 37 ડિગ્રી પર સ્થિર રહ્યો હતો. જોકે દિવસ દરમિયાન ગરમી સાથે બફરો અનુભવાતા સવારે 11 વાગ્યાથી બજાર સુમસામ જોવા મળ્યા હતા.ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફર નહી થવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તેને લઇ આગામી દિવસો દરમિયાન હજુ પણ રહીશોએ આકરી ગરમીનો સામનો કરવો પડી શકે છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *