દિલ્હીમાં આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ

દિલ્હીમાં આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતાઓ

હવામાન વિભાગ દ્વારા દેશના અલગ અલગ રાજ્યોમાં ધીમા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દિલ્હી આગામી 6 તારીખ સુધી વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ભારત હવામાન વિભાગ એ 3 અને 4 મેના રોજ દિલ્હી માટે યેલો એલર્ટ જારી કરી છે. આગાહી મુજબ, રાજધામાં 6 મે સુધી વરસાદ, વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડા આવશે.

હવામાન વિભાગે આગાહી કરી છે કે વાવાઝોડા, વીજળી અને કરા સાથે વરસાદ 6 મે સુધી પૂર્વ અને મધ્ય ભારતમાં ચાલુ રહેશે. દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારત માટે, આ પ્રકારની હવામાન પરિસ્થિતિ 7 મે, 2025 સુધી ચાલુ રહેવાની ધારણા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *