આગામી સમયમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી ભારે વરસાદની શક્યતાઓ સામાન્ય
બનાસકાંઠા જિલ્લામાં નૈઋત્ય ચોમાસાના આગમનની સાથે જ સતત વરસી રહેલા વરસાદને કારણે ખેતી પાકોમાં મોટું નુકસાન થયું છે પરંતુ જિલ્લામાં મંગળવારના દિવસે વરસાદનું જોર ઘટતા કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાંટા બાદ ઉઘાડ નીકળતા ખેડૂત વર્ગ પણ હાશકારો અનુભવ્યો છે. છેલ્લા 20 દિવસથી વિવિધ વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ અને કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. જેના કારણે ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. કેટલાક ખેડૂતોને બાજરી મગફળી ખરીદના પાપો ખેતરોમાં પડ્યા હતા. અનેક ખેડૂતો ખરીફ સીઝનની વાવણી પણ કરી શક્યા નથી. જેને લઇ દરેક ખેડૂત વરસાદ વિરામ લે તેની રાહ જોઈ રહ્યા હતા. જેમાં મંગળવારના દિવસ પર બનાસકાંઠા જિલ્લામાં સામાન્ય રીતે વરસાદના વિરામ વચ્ચે કેટલાક વિસ્તારોમાં તડકો નીકળ્યો હતો જેથી સતત વરસાદ બાદ દિવસ દરમિયાન તડકો નીકળતા લોકો ખેતી કામમાં જોતરાયા હતા. અને આગામી સમયમાં વરાપ નીકળતા મોટા ભાગના ખેડૂતો ખેતીની વાવણી અને ખેતી પાક લાગી જશે.
ગુજરાત પર કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં ભારે વરસાદ શક્યતાઓ નહીંવત્
આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે ગુજરાત રાજ્ય ઉપર સર્જાયેલી વરસાદી સિસ્ટમ આગળ વધતા હવે કોઈ મોટી સિસ્ટમ સક્રિય ન હોવાથી આગામી સમયમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નહિવત છે. પરંતુ છૂટાછવાયા સ્થળો ઉપર મધ્યમથી હળવો વરસાદના ઝાપટા પડી શકે છે.
ગુજરાત રાજ્યમાં વરસાદનું જોર ઘટયું દક્ષિણ ગુજરાતમાં વરસાદનીનું પ્રમાણ યથાવત
ગુજરાત રાજ્યમાં ધીરે ધીરે વરસાદનું જોર ધટી રહ્યું છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. મંગળવારના સવારથી સાંજ સુધી સુરતના ઉંમરપાડામાં દોઢ ઈંચ વરસાદ થવા પામ્યો છે.

