ડીસા તાલુકામાં અચાનક વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું છે. ખાસ કરીને બાજરી અને મગફળી જેવા ખરીફ પાકોને વ્યાપક નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ “મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ ગયો” તેવી બની છે. આ કમોસમી વરસાદથી આસેડા, ખરડોસણ, માણેકપુરા, નવા લુણપુર, સદરપુર અને તેની આસપાસના ગામોના ખેડૂતોને સૌથી વધુ ફટકો પડ્યો છે. તૈયાર પાક ખેતરોમાં પલળી જતાં તેની ગુણવત્તા બગડી છે અને ઉપજમાં મોટો ઘટાડો થવાની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર ચૂકવવાની માંગ કરી છે, જેથી તેઓ આ આર્થિક સંકટમાંથી બહાર આવી શકે.

- July 5, 2025
0
74
Less than a minute
You can share this post!
editor