બનાસકાંઠા જિલ્લામાં વરસાદની જમાવટથી પ્લાસ્ટિકની તાડપત્રીનું ધુમ વેચાણ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદની જમાવટથી પ્લાસ્ટિકની તાડપત્રીનું ધુમ વેચાણ

કાચા મકાનો તેમજ ઝુંપડામાં રહેતા ગરીબ પરિવારો અને ખેડૂતો માટે પ્લાસ્ટિકની તાડપત્રી આશીર્વાદ રૂપ

ચોમાસા ના આગમન સાથે જ પ્લાસ્ટિકના મેણીયાની માંગ; બનાસકાંઠા જિલ્લામાં ચોમાસાની સીઝન શરૂઆત થતાં જ પ્લાસ્ટિકના મેણીયાની વિશેષ માંગ ઉભી થાય છે ગ્રામ્ય સહિત શહેરી વિસ્તારમાં રહેતા સામાન્ય અને મધ્યમ પરીવારના લોકો ચોમાસાની સીઝનમાં વરસાદનું પાણી પડતું અટકાવવા માટે  ઘરની છત ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ નાખતા હોય છે. આ ઉપરાંત ખેડૂતો પણ પોતાના પશુપાલન અને ઘાસચારાને વરસાદી પાણીથી બચાવવા માટે પણ પ્લાસ્ટિકની તાડપત્રી નો ઉપયોગ કરતા હોય છે જેને લઇ બજારો માં તાડપત્રીઓનો મોટાપાયે વેચાણ થઈ રહ્યું છે.

આજના મોંઘવારીના યુગમાં સામાન્ય અને મધ્યમ પરિવાર ને છત પર નળિયા તેમજ લોખંડના પતરાં મોંઘા પડતાં આ વર્ગ પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મજબૂર બન્યો છે. સામાન્ય રીતે માલેતુજાર લોકો પોતાની બાલ્કનીમાં વરસાદના છાંટા ન આવે તે માટે ચોમાસા પૂર્વે પડદા લટકાવી દેતા હોય છે. જ્યારે ગરીબ વર્ગને પોતાના ભાગ્યની જેમ પતરાં પણ કાણા હોઈ જેવું બહાર ચોમાસું જામે તેવું જ ઘરની અંદર પાણી જ પાણી થઈ જતું હોય છે. ત્યારે આવી પરિસ્થિતિ ન સર્જાય તે માટે કેટલાક લોકો પોતાના ઘર અને છાપરા ઉપર પ્લાસ્ટિકની તાડપત્રીઓ લગાવી ચોમાસા દરમિયાન રક્ષણ મેળવતા હોય છે.

ત્યારે આવો વર્ગ પોતાની જર્જરિત થઈ ગયેલી છત ઉપર પ્લાસ્ટિક નાખી વરસાદથી રક્ષણ મેળવવાની કોશિશ કરે છે આ ઉપરાંત ખેડૂતો પણ વરસાદ ની સીઝન દરમિયાન પોતાના ખેતરમાં પડેલો ઘાસચારો પલડે નહીં તે માટે તાડપત્રી નો ઉપયોગ કરતા હોય છે આ ઉપરાંત પશુઓના તબેલા માટે પણ પ્લાસ્ટિક લગાવી વરસાદ સામે રક્ષણ મેળવતા હોય છે તેના કારણે ચોમાસાની સીઝનમાં દરમિયાન સૌથી વધુ પ્લાસ્ટિકનો વેચાણ થતું હોય છે.

કાચા મકાનોની છત ઢાંકવા પ્લાસ્ટિકની તાડપત્રીઓના ઉપયોગ; આ બાબતે કેટલાક લોકો પાસે થી જાણવા મળ્યું હતું કે  વર્ષો જુના દેશી નળીયાવાળા ધરો માં વરસાદ નું પાણી ટપકતું હોય છે ઉપરાંત વાનરોના ત્રાસ અને ભારે પવન ને કારણે દેશી નળીયા તુટી પણ જતા હોય છે જેથી વરસાદની સિઝન દરમિયાન ઘરોમાં વરસાદનું પાણી ટપકતું બચાવવા માટે  તાડપત્રી નો ઉપયોગ કરવામાં આવે છે.

વરસાદની સિઝન પુરતા  તાડપત્રી લગાવી રક્ષણ મેળવી શકાય; સામાન્ય અને ગરીબ વર્ગના લોકો નીચાણવાળા વિસ્તારમાં રહેતા હોય છે જે  લોકો મોંધા  ભાવના પતરા ખરીદી શકતા નથી પરંતુ બજારમાં ૨૦૦ કે ૩૦૦ રૂપિયાની તાટપત્રી લાવી ઘર ની છત પર લગાવી ચોમાસુ ઋતુ માં વરસાદથી બચાવ કરતા હોય છે

ખેડૂત વર્ગ પણ પ્લાસ્ટિકની તાડપત્રી થી ઘાસચારા ને ઢાંકવામાં આવે છે; ખુલ્લા ખેતરોમાં પડી રહેલો ઘાસચારો અને અન્ય વસ્તુઓ ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ થી પલડી ના જાય તે માટે મોટાભાગના ખેડૂતો પ્લાસ્ટિકની તાડપત્રીનો ઉપયોગ કરતા હોય છે જેથી દર વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન પ્લાસ્ટિક ના મેણીયા નો મોટો પાયે વેચાણ થાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *