બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદની આગાહી કરી છે. વિભાગના જણાવ્યા અનુસાર, 27, 28 અને 29 મે દરમિયાન જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.27 મે ના રોજ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. 28 મે ના દિવસે જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 29 મે ના રોજ પણ છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.હાલમાં બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી પ્રજા ભારે ઉકળાટનો સામનો કરી રહી છે. આકાશમાં વાદળો ગોરંભાયા હોવાથી વરસાદ પડવાની શક્યતા છે. લોકો ગરમીમાંથી રાહત મેળવવા વરસાદની રાહ જોઈ રહ્યા છે.

- May 27, 2025
0
138
Less than a minute
You can share this post!
editor