આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે : શિબિરનું ઉદ્ધઘાટન કરશે

આવતીકાલથી રાહુલ ગાંધી બે દિવસની ગુજરાતની મુલાકાતે : શિબિરનું ઉદ્ધઘાટન કરશે

ત્રણ દિવસની તાલીમ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સમય વિતાવશે તેમજ કોંગ્રેસની આગામી વર્ષોની વ્યૂહનીતિ નક્કી કરશે

 કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી 26થી 28 જુલાઈ દરમિયાન ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન ગુજરાત પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પાલિકા-પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (આપ) સાથે ગઠબંધન નહીં કરવામાં આવે તેવી જાહેરાત કરી હતી.

અમિત ચાવડાએ કહ્યું હતું કે કોંગ્રેસ સ્થાનિક ચૂંટણી લડવા સક્ષમ છે. પોતાના બળ પર અને પોતાના સિમ્બોલ પર ચૂંટણી લડશે. લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હતું, પરંતુ તે બાદ નથી કર્યું. જેલમાંથી જામીન મેળવવાની રાજનીતિ હોય કે હરિયાણાની ચૂંટણી બાદની સ્થિતિ પછી સાથે લડવાનો નિર્ણય લેવાયો નથી. આગામી સમયગાળામાં 2027નો રોડ મેપ પણ નક્કી કરવામાં આવશે. ઉપરાંત, રાહુલ ગાંધી શિબિરનું ઉદ્ધાટન કરશે તેમ જ માર્ગદર્શન પણ આપશે. ત્રણ દિવસની તાલીમ શિબિરમાં જિલ્લા પ્રમુખો સાથે સમય વિતાવશે તેમ જ કોંગ્રેસની આગામી વર્ષોની વ્યૂહનીતિ નક્કી કરશે.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *