આવતીકાલે રાહુલ ગાંધી જુનાગઢમાં : કોંગ્રેસ પ્રમુખોની શિબિરને સંબોધશે

આવતીકાલે રાહુલ ગાંધી જુનાગઢમાં : કોંગ્રેસ પ્રમુખોની શિબિરને સંબોધશે

આગામી વિધાનસભા ચુંટણી માટેની રણનીતી ઉપર ચર્ચા કરશે : કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં ઉત્‍સાહ

ગુજરાતમાં રાજકીય ગરમાવો વ્‍યાપી ગયો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી શુક્રવારથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જુનાગઢમાં કોંગ્રેસ પ્રમુખોની શિબિરમાં કાલે હાજરી આપશે.બપોરે ૧ વાગ્‍યે કેશોદ એરપોર્ટ પર આગમન બાદ સીધા જુનાગઢ જશે. ટ્રેનિંગ કેમ્‍પમાં ઉપસ્‍થિત રહ્યા. બાદ સાંજે પોરબંદર જવા રવાના થશે.

આગામી વિધાનસભા ચૂંટણી માટે રણનીતિ પર ચર્ચા કરશે. જુનાગઢમાં ચાલી રહેલ કોંગ્રેસના ટ્રેનિંગ કેમ્‍પમાં રાહુલ ગાંધી હાજરી આપશે. અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની નેતાગીરીના પાઠ ભણાવશે. અગાઉ પણ રાહુલ ગાંધી જિલ્લા પ્રમુખોને પ્રશિક્ષિત કર્યા છે. આવતીકાલે બપોરે ૧ કલાકે કેશોદ એરપોર્ટ પર પહોંચશે અને ટ્રેનીંગ કેમ્‍પ બાદ સાંજે પોરબંદરથી દિલ્‍હી જવા રવાના થશે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *