વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના કાર્યક્રમ પૂર્વે રાધનપુર પંથકમાં પોસ્ટરો લાગ્યા રાધનપુર ને અલગ જિલ્લાનું સ્થાન ના મળતા રાજકીય ગરમાવા વચ્ચે રાધનપુર વાસીઓમાં વિરોધના શૂર ઉઠવાની સાથે પોસ્ટર વોર શરૂ થવા પામ્યો છે. રાધનપુરમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ પદે આયોજિત કાર્યક્રમ પૂર્વે રાધનપુર ને જિલ્લાનો દરજજો મળે તે માટે ના પોસ્ટર કોગ્રેસ દ્રારા લગાવતાં રાધનપુરનું રાજકારણ આવી ફુલ ગુલાબી ઠંડીમાં ગરમાયું છે. કોંગ્રેસે રાધનપુરને જિલ્લોના બનાવીને ભાજપે અન્યાય કર્યાના ઠેર ઠેર પોસ્ટર લગાવી રાધનપુર ને જિલ્લો જાહેર કરવાની માગ સાથે સાંતલપુર, રાધનપુર તેમજ સમી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા રાધનપુર ની અનેક જગ્યાઓએ આવા પોસ્ટર લગાવી મંગળવારે રાધનપુર ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના અધ્યક્ષ સ્થાને આયોજિત કાર્યક્રમ પહેલા રાધનપુરનું સ્થાનિક રાજકારણ ગરમાવ્યુ છે. બે દિવસ પહેલા રાધનપુરના પૂર્વ ધારાસભ્ય રઘુભાઇ દેસાઈ એ પણ આડકતરી રીતે શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય લવિંગજી ઠાકોર પર રાધનપુર ને જિલ્લો જાહેર નહિ કરી ને આકરા પ્રહારો કર્યા હતા.

- January 8, 2025
0
105
Less than a minute
You can share this post!
editor