મહેસાણાના રાધનપુર રોડ પર સુરતથી દિયોદર જતી એસટી બસનો અકસ્માત થયો છે. બસનું આગળનું ટાયર પંચર થતાં તે ડિવાઈડરની રેલિંગ સાથે અથડાઈ હતી. જોકે, ડ્રાઈવરની સૂઝબૂઝને કારણે બસમાં સવાર તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો છે. ઘટના સમયે બસમાં સૂતેલા મુસાફરો ધ્રુજી ઉઠ્યા હતા. ડ્રાઈવરે તરત જ બસને કાબૂમાં લઈને રોડની સાઈડમાં ઊભી રાખી હતી. આ એક્સપ્રેસ બસ પાટણથી દિયોદર જઈ રહી હતી. અકસ્માત બાદ ડ્રાઈવર અને કંડક્ટરે તાત્કાલિક બસનું પંચર થયેલું ટાયર બદલ્યું હતું. ત્યારબાદ બસે ફરી પોતાનો પ્રવાસ શરૂ કર્યો હતો. સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી અને મુસાફરો સુરક્ષિત રીતે તેમના ગંતવ્ય સ્થળે પહોંચ્યા હતા.

- July 5, 2025
0
391
Less than a minute
You can share this post!
editor