‘પુષ્પા 2’ નંબર 1 ફિલ્મ બની, સમગ્ર સાઉથ અને બોલિવૂડને કચડી નાખ્યું, કલેક્શન 1800 કરોડને પાર

‘પુષ્પા 2’ નંબર 1 ફિલ્મ બની, સમગ્ર સાઉથ અને બોલિવૂડને કચડી નાખ્યું, કલેક્શન 1800 કરોડને પાર

‘પુષ્પા 2’ અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. મેકર્સે સોમવારે આની જાહેરાત કરી હતી. સુકુમાર દ્વારા દિગ્દર્શિત આ તેલુગુ ફિલ્મ હિન્દી, તમિલ, કન્નડ, બંગાળી અને મલયાલમ ભાષાઓમાં 5 ડિસેમ્બરે વિશ્વભરમાં રિલીઝ થઈ હતી.

‘પુષ્પા 2’ એ સોમવારે 1,800 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો , ‘પુષ્પા 2’ એ 32 દિવસમાં વિશ્વભરમાં 1,831 કરોડ રૂપિયાની કમાણી કરી અને ‘બાહુબલી 2’ની કુલ કમાણીને પાછળ છોડી દીધી, જેણે અગાઉ 1,810 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. રશ્મિકા મંડન્ના અને ફહાદ ફાસિલ અભિનીત ‘પુષ્પા 2 ધ રૂલ’ 2021માં આવેલી ફિલ્મ ‘પુષ્પાઃ ધ રાઇઝ’ની સિક્વલ છે.

Sacnilk મુજબ, પુષ્પા 2 એ આ 33 દિવસમાં ભારતીય બોક્સ ઓફિસ પર રૂ. 1208 કરોડનું નેટ કલેક્શન કર્યું છે. આ સાથે આ ફિલ્મ દેશની સૌથી મોટી કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે જેણે નેટ કલેક્શનના મામલામાં 1200 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *