રાછેણા સરપંચે જવાબદાર તંત્રને પત્ર લખી ખાડા પુરવાની માંગ કરી
મેઘ તાંડવને આજે 2 મહિનાનો સમય થવા આવયો છતાં હજુ ધરણીધર તાલુકાના રાછેણા લોદ્રાણી કસ્ટમ રોડ પર પડેલા એક ફૂટના ખાડા બુરાયા નથી. જેથી કરીને વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાનીઓ નો સામનો કરવો પડે છે. અકસ્માત સર્જાવાની ભીતિ સેવાઇ રહી છે જેને લઈને રાછેણા સરપંચ કિરણસિંહ રાજપુતે જવાબદાર ના.કા.ઇજનેરને પત્ર લખી કસ્ટમ રોડ પરનું ખાડા રાજ દૂર કરવા માંગ કરાઈ છે. જોકે છેલ્લા 2 માસથી આ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાન થઈ રહ્યા છે.

