પાટણ-સિધ્ધપુર હાઈવે રોડ પર આવેલ હાંસાપુર ગામની સીમના રેવન્યુ સર્વે નંબર 388 પૈકી 3 વાળી જમીન ભારત સંચાર નીગમ લિમિટેડના નામે ચાલુ છે. જે જમીન નું ક્ષેત્રફળ 25 × 25 ચોરસ મિટર છે અને તેની અંદર BSNL ટાવર આવેલું છે. પરંતુ આજ બાજુના કેટલાક દબાણકારો દ્રારા ગેરકાયદેસર બાંધકામ કરી આ સરકારી ટાવરની ચારે બાજુ ગેરકાયદેસર પુરાણ કરી ટાવરને નુકસાન થાય તે રીતે નું કૃત્ય કર્યું હોય જેના કારણે પાટણ શહેરમાં પડેલા સામાન્ય વરસાદ પણ ટાવરની ચારે બાજુ વરસાદી પાણી ભરાવવાની સમસ્યા ઉદભવવાની સાથે સાથે ટાવરના રુમની અંદર પાણી ઘૂસી ગયા છે.તો સરકારી ટાવરને આ પાણીના કારણે નુકશાન થવાની ભીતી ઉભી થવા પામી છે. ત્યારે ટાવરની આજુબાજુ દબાણકારો દ્રારા કરાયેલા ગેરકાયદેસર ના દબાણો સાથે ટાવરની આજુબાજુ કરાયેલ બીન જરૂરી પુરાણ કરી તળાવ જેવી પરિસ્થિતિ નિમૉણ કરનાર સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માગ ઉઠવા પામી છે.

- July 3, 2025
0
118
Less than a minute
You can share this post!
editor