વાવમાં હજારો ભક્તોની હાજરી માં પૂ.આચાર્ય મહા શ્રમણજી નું સ્વાગત કરાયું

વાવમાં હજારો ભક્તોની હાજરી માં પૂ.આચાર્ય મહા શ્રમણજી નું સ્વાગત કરાયું

ભક્તિ શક્તિ અને શ્રદ્ધાના ત્રિવેણી સંગમનો મહાસાગર જોવા મળ્યો; ગત રોજ વાવ ખાતે વહેલી સવારે સવારના શુભ મુર્હતમાં વાવ નગરે પૂ આચાર્ય ભગવંત મહા શ્રમણજી નું વાવ નગરે આગમન થતાં તેરપંથ જૈન સમાજ દ્વારા વાજતે ગાજતે સંગીત ના નાદ સાથે અને અબીલ ગુલાલ ની છોળો વચ્ચે સ્વાગત કરવામાં આવ્યું હતું..પૂ આચાર્ય ના મંગળ પ્રવેશ પસંગે વાવ નગર ને રોશની અને મંડપ થી શણગારી દેવાયો છે. છેક રાજસ્થાન મુંબઈ સુરત થી ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. પૂ.આચાર્ય ના મંગળ પ્રવેશ ને લઈ સમગ્ર વાવ નગરમાં ભક્તિ શક્તિ અને શ્રદ્ધાનો મહાસાગરની લહેર જોવા મળી રહી છે. હજારો ભક્તો પૂ.આચાર્યના સેવા કાર્યમાં તલ્લીન થઈ ગયા છે. આજરોજ 14 એપ્રિલ થી 22 એપ્રિલ સુધી પૂ આચાર્ય ના પ્રવચનનો લાભ લેવા હજારો ની જન મેદની ઉમટી પડી હતી. જે પસંગે જૈન સમાજના અગ્રણી મિત્રો રાજકીય અગ્રણી જનો તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. પૂ આચાર્યની શોભાયાત્રા સમગ્ર વાવ શહેરમાં આકર્ષણ નું કેન્દ્ર બની રહી હતી. જૈન તેરપંથ સમાજ તરફ થી કાર્યકમ નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જવાબદાર પોલીસ તંત્ર તરફ થી ટ્રાફિક વ્યવસ્થા માટે ભારે સહયોગ મળી રહ્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *