રાણા સાંગા વિશે કરેલી ટિપ્પણી સામે જતાવ્યો વિરોધ: સમાજવાદી પાર્ટીના સાંસદને બરતરફ કરવાની માંગ

રાણા સાંગા વિશે કરેલી ટિપ્પણી સામે જતાવ્યો વિરોધ: સમાજવાદી પાર્ટીના સાંસદને બરતરફ કરવાની માંગ

પાલનપુર ખાતે ક્ષત્રિય રાજપૂત સમાજે આપ્યું આવેદનપત્ર; રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદે રાણા સાંગા વિશે કરેલી અપમાનજનક ટિપ્પણીને લઈને બનાસકાંઠા ક્ષત્રિય રાજપૂત સમાજે કલેકટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. જેમાં સાંસદને બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી. લોકશાહીના મંદિર સમી સંસદના ઉપલાગૃહ રાજયસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ રામલાલજી સુમન દ્વારા માં ભોમના સપૂત રાણા સાંગા અંગે અપમાનજક ટિપ્પણી કરાઈ હતી. જેના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. ત્યારે બનાસકાંઠા ક્ષત્રિય સમાજ દ્વારા જિલ્લા કલેકટર કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જેમાં રાણા સાંગા વિશે અપમાનજક ટિપ્પણી કરનાર રાજ્યસભાના સાંસદનું સભ્યપદ બરખાસ્ત કરવાની માંગ કરાઈ હતી. આ ઉપરાંત કોઈ પણ ધર્મ, જાતિ,સંપ્રદાય કે દેશના વિરોધમાં ટિપ્પણી કરનાર સામે કડક કાયદો લાવવાની માંગ કરાઈ હતી. આ પ્રસંગે ગુજરાત ક્ષત્રિય સમાજ સંકલન સમિતિના પ્રવક્તા કરણસિંહ ચાવડા, પ્રમુખ સામંત સિંહ સોલંકી સહિતના અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *