ઉત્તરાયણ નજીક આવે એટલે પતંગ અને દોરીનો વેપાર શરૂ થતો હોય છે. એમા ખાસ વેપારીઓ વધુ નાણાં કમાવવાની લાલચે જીવલેણ ચાઈનીઝ દોરીનો વેપાર કરતા હોય છે. આવી જ જીવલેણ ચાઈનીઝ દોરી ધનસુરા શહેર માંથી જપ્ત કરવામાં આવી છે. ધનસુરા પોલીસે વાહન ચેકીંગમાં હતી તે દરમિયાન એક ઇકો કારમાં કાઈ શંકસ્પદ વસ્તુ હોવાનું જણાતા ઇકો કાર થોભાવી તેની તપાસ કરતા તેમાં રહેલા ખોખામાં માંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની 260 ફિરકીઓ મળી આવી હતી. આ મામલે ધનસુરા પોલીસે આ ફિરકીઓ લઈ જનાર 3 આરોપીઓને ઝડપી લાધા હતા. પોલીસે કાર સહિત 2,61,000 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
- December 29, 2024
0
341
Less than a minute
You can share this post!
editor